Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડિયાના રોડ વાવળીથી સનાળાના રસ્તાના નવીનીકરણનું કામ ખેડૂતોએ અટકાવતા તંત્ર દોડયું

ખેડૂતોને સ્વખર્ચે જમીન માપણી કરાવવા કરાઈ સહમતીઃ ભાયાવદર ગામે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે યોજાઈ બેઠક

વડિયા,તા.૨૬ઃ વડીયાના ભાયાવદર ગ્રામપંચાયતે ત્રણ ગામના સરપંચો  એકઠા થઈ રોડવાવડી થી સનાળા રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૃ કરવામાં આવતા  ખેડૂતોની જમીન કપાતા ખેડૂતો દ્વારા કામ અટકાવવામા આવતા અને જિલ્લાના કલેકટર, ડેપ્યુટી કલેકટરને લેખિત રજુવાત કરતા બગસરા પ્રાંત અધિકારી પૂજાબેન જોટંગીયા સહિતના અધિકારીઓ સ્થળ તપાસમાં દોડી આવ્યા હતા. વડિયા તાલુકાના વાવડી રોડ થી સનાળા જવાના રસ્તાની તંત્ર દ્વારા કામગીરી શરૃ કરાઇ છે ત્યારે ભાયાવદર સનાળા અને રોડ વાવડી ગામના ખેડૂતોના ખેતરની જમીન વચ્ચે ગાડા માર્ગ જે ચોમાસા દરમ્યાન પાણી નો નિકાલ હતો જેમા તંત્ર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કર્યા વગર કોન્ટ્રાકટર દ્વારા શરૃ કરી દેવાયો અને રોડની સાઈડો માં મોટી ઊંડી ખુલ્લી ગટરો કરી દેવાઈ છે જેમાં ખેડૂતોને જાણ કર્યા વગર કામગીરી અને કજેટરોની જમીનો કપાતા ખેડૂતોએ કામ અટકાવી દીધું હતું જેને લઈને ધારી પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી  અને માર્ગ મકાન અધિકારીઓ દોડી આવ્યા હતા જોકે આ પ્રશ્ન છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતોનો ચાલી રહ્યો છે.

ખેડુતોની આ ખેતરની જમીનો કપાઈ રહીછે ત્યારે ખેડૂતોએ તંત્રને ૩૦ ખેડૂતોના ખેતરની જમીન કપાતા ખેડૂતોએ લેખિતમાં આપીને કામ અટકાવ્યું હતું અને ભાયાવદર ગ્રામપંચાયતે અધિકારીઓ દોડી આવતા ખેડૂતોએ હોબાળો પણ મચાવ્યો હતો કોઈ જાણ કે નોટિસ પણ આપવામાં આવી નથી કામમાં મનમાની ચલાવવામાં આવી રહી છે. સમગ્ર મામલાને બગસરા પ્રાંત અધિકારીએ સ્થળ તપાસ કરી ને ખેડૂતોને જણાવ્યું કે ખેડૂતોના પ્રશ્નનો હલ માપણી બાદ જ સોલ થશે ત્યારે તમામ ખેડૂતો એ માન્ય રાખીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો જો કે અધિકારીઓ દ્વારા જમીન સંપાદન જાહેરનામું બહાર ન પાડ્યું હોવાથી મામલો બન્યો હતો અને ખેડૂતો વિકાસના કામોમાં નડતર થવા નથી માંગતા પરંતુ ખેડૂતોની આજીવિકા છીનવાતા ખેડૂતોએ સરકારના કામમાં અવરોધ કર્યો હતો માટે ખેડૂતોને માથે જમીન માપણી નો બોજ નાખી અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

 કોન્ટ્રાકટરો ખેડૂતોને ધમકાવી ડારાવીને કે ફોસલાવીને કામ પતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મોદી રાજમા ખેડૂત જાગૃત થયો છે લેખિતમાં વિગતો માંગી કામ અટકાવી ૩૦ ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવા અધિકારીઓને દોડતા કર્યા. આ બાબતે વહીવટી તંત્ર નો સંપર્ક કરતા  તેમના જણાવ્યા અનુસાર સ્થળ તપાસ માં ભાયાવદર ગ્રામપંચાયત માં મળેલી સ્થાનિક લોકો અને અધિકારીઓ બેઠક માં જમીન માપણી કરી કે રસ્તો છે તે રસ્તો બનવવા માટે સહમતી સધાઈ છે. હાલ ખેડૂતો જમીન માપણી કરે ત્યાર બાદ સહમતી થી કામ શરુ કરવામાં આવશે. કોઈ ખેડૂતની જમીન હડપ કરવામાં આવશે નહિ.આ સમગ્ર તપાસ માં પ્રાંત અધિકારી પૂજાબેન જોટંગીયા, શિસ્તેદાર પ્રશાંત ભીંડી, માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચાવડા, તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિ, રેવન્યુ તલાટી ત્રણેય ગામના સરપંચ અને ખેડૂતો એ સાથે મળી યોગ્ય ઉકેલ આવે તે માટે સહમતી સાધી હતી.

(12:03 pm IST)