Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

અમરેલી શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઇ

અમરેલી,તા. ર૬ : શહેર માં શશાંક મહાજન પાર્ટી પ્‍લોટ ખાતે ભાજપ દ્વારા કારોબારી બેઠક યોજાઈ  આ બેઠક માં અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક ના ડાયરેકટર સ્‍વ. ચંદુભાઈ સંઘાણી નું નિધન થતાં શોક પ્રગટ કરવામાં આવ્‍યો હતો તેમજ ૨ મિનિટ નું મૌન પાળી ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ કાર્યક્રમ માં હાજર રહેલા મુખ્‍ય મહેમાનો ને ખેસ પહેરાવી ની સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને સહકારી પ્રવુતિ માં નામ રોશન કરનાર  દિલીપભાઈ સંઘાણી એ વિશ્વ ની સૌથી સહકારી સંસ્‍થા ioac ના નામાંકન ભરવા બદલ તેમને શુભેચ્‍છાઓ પઠવામાં આવી હતી તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ દ્વારા અમરેલી નગરપાલિકા ની ટીમ ની કામગિરિ ને બિરદાવવામાં આવી હતી તેમજ  આટકોટમા પધારી રહેલા  પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા ભાજપ અને શહેર ભાજપની બેઠકનુ આયોજન કરવામાં આવ્‍યું. હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી,જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ કાબરીયા જિલ્લા ભાજપના મંત્રી જયેશભાઇ ટાંક શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા,  જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઈ રામાણી નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનો શહેર ભાજપના પૂર્વ પ્રમુખો, શહેર મંડલ મોરચાના હોદ્દેદારો તથા શહેર ભાજપના અગ્રણીઓ અને મહિલા મોરચાના નાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા એમ મહામંત્રી રાજેશ માંગરોળીયાની યાદીમાં જણાવાયું છે.

(12:56 pm IST)