Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પ્રેમલગ્ન બાબતનું મનદુઃખ રાખી, ગોરીયારીગામના સરપંચ યુવાનને મારી નાખવાની ધમકી

ખંભાળીયા તા.ર૬: આરંભડા ગામે રહેતા અને ગોરીયાળી ગામના સરપંચ વેજાભાઇ જેઠાભાઇ હાથીયા નામના ૩૭ વર્ષના યુવાન સાથે અગાઉ તેના પરિવારજનોના પ્રેમલગ્ન બાબતના જુના મુનદુઃખનો જુનો ખાર રાખી, ગોરીયારી ગામના હરીશ મેઘાભાઇ હાથીયા નામના શખ્‍સે વેજાભાઇને - તુ અહીં શું કામ આવ્‍યો છે ?  તેમ કહી, ગાળો કાઢવા લાગતા ફરીયાદી વેજાભાઇ જેઠાભાઇને ગાળો કાઢવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા હરીશે વેજાભાઇ સાથે ઝઘડો કરી, મારમારીને જો તેઓ ગોરીયારી ગામમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. ᅠ

કલ્‍યાણપુરના દારૂ સાથ બે

શખ્‍સો ઝડપાયાઃ એકની શોધખોળ

ભાોલકા ગામે રહેતા નરેશ જેઠાભાઇ પારિયા (ઉ.વ.ર૩) અને અરવિંદસિંહ આણદુભા જાડેજા (ઉ.વ.૪૨) નામના બે શખ્‍સોને પોલીસે રૂપિયા પાંચ હજારની કિંમતની બાર બોટલ વિદેશી દારૂ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં વનરાજસિંહ જાડેજા નામના એક શખ્‍સનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાવળ અને દ્વારકામાં પીધેલા

વાહનચાલકો ઝડપાયા

રાવલ ગામે રહેતા ગોપાલ હાજા ગામી નામના ૨૧ વર્ષના  યુવાનને સ્‍થાનિક પોલીસે કેફી પીધેલી હાલતમાં રૂ.૨૫ હજારની કિંમતના સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ  પર નીકળતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત દ્વારકાના રૂપેણ વિસ્‍તારમાં રહેતા હનીફ અબ્‍દુલ મુસ્‍લિમ નામના બત્રીસ વર્ષના શખ્‍સને પોલીસે હૂસેની ચોક વિસ્‍તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. ૧૫ હજારની કિંમતના સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પરથી ઝડપી લઇ, તેની સામે એમ.વી. એકટની કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી.

રાવલ ગામે જુગાર રમતા

ચાર શખ્‍સો ઝડપાયા

રાવલ ગામે સ્‍થાનિક પોલીસે જાહેરમાં ગોળ કુંડાળુ વળીને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ભીમા સવદાસ ગોરાણીય, પોપટ સુકાભાઇ વાઘેલા, સંજય વિજુભાઇ બારીયા અને અજય હરદાસભાઇ મોઢવાડિયા નામના ચાર શખ્‍સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૧,૧૩૦ રોકડા તથા રૂપિયા વીસ હજારની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૩૧,૧૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંભાળિયામાં પીધેલો

બાઇક ચાલક ઝડપાયો

ખંભાળિયાના શકિતનગર વિસ્‍તારમાં રહેતા પ્રવિણ ઉર્ફે મકો હીરાભાઇ પરમાર નામના ૪૨ વર્ષન યુવાનને પોલીસે ગત સાંજે અત્રે નગર ગેઇટ વિસ્‍તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં નંબર વગરના સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે જુદી-જુદી કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:01 pm IST)