Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પોરબંદરની ૧૦૦ વર્ષ જુની મીડલ સ્કુલને પુનઃ ધમધમતી કરવાની માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬: ૧૦૦ વર્ષ જુની મીડલ સ્કુલનું બિલ્ડીંગ હજુ મજબુતી ધરાવતુ હોય આ મીડલ સ્કુલ પુનઃ ધમધમતી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેવી માંગણી થઇ રહી છે.

હેન્કોક મેમોરિયલ મીડલ સ્કુલ શરૃ થયાને ૧૦૦ વર્ષથી વધુ સમય વિતી ગયો છતાં આ મીડલ સ્કુલનું બિલ્ડીંગ રજૂ મજબૂતી ધરાવે છે. આશરે ર૦ વર્ષ પહેલા આ મીડલ સ્કુલને પુરતા વિદ્યાર્થીઓ મળતા નથી તેવા બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી હતી આ સ્કુલ રાજકીય ઇશારે બંધ કરવામાં આવ્યાનું ચર્ચિત બન્યું હતું.

જુની મીડલ સ્કુલને પુનઃ શરૃ કરવા પ્રયત્નો થાય તેવા પ્રયત્નો થતા નથી. નબળા વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં મોંઘી ફી ભરી શકે તેમ નથી ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ફી ઉપરાંત ડોનેશન પણ આપવું પડે છે જે રકમ નબળા વર્ગના વિદ્યાર્થીઓ ચુકવી શકે તેમ ન હોય તેઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડે છે નવા સત્રથી જુની મીડલ સ્કુલ શરૃ થાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.

(4:24 pm IST)