Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ધોરાજી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી જુદી-જુદી ખ્‍ચાર જગ્‍યાએ થયેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો : ૪ ઝડપાયા

 ધોરાજી,તા.૨૬ : ધોરાજી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી જુદી-જુદી ચાર જગ્‍યાએ થયેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો.

ધોરાજી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ માહિતી આપતા જણાવેલ કે HAWK EYE સીસી ટીવી કેમેરા તથા પોકેટ કોપની મદદથી જુદીજુદી ચાર જગ્‍યાએ થયેલ લુટના ગુનાનો ભેદ ગણત્રીની કલાકોમા ભેદ ઉકેલ્‍યો હતો રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક  સંદિપસીંગ  તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ નાઓએ રાજકોટ ગ્રામ્‍યના ધોરાજી પોસ્‍ટે વિસ્‍તારમા રાત્રીના સમયે અલગ અલગ જગ્‍યાએ વાહનો રોકી છરી બતાવી મોબાઇલ ફોન તથા રોકડ રકમની લુટ કરતા ચાર ઇસમોને મોટર સાયકલ સાથે શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે અન્‍વયે જેતપુર ડીવીઝનના ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક  મહર્ષી રાવલ ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોસ્‍ટના પો.ઇન્‍સ એ.બી.ગોહિલ  તથા પો.સબ ઇન્‍સ પી.કે.શામળા  તથા ધોરાજી પોસ્‍ટેના સર્વેલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓ ધોરાજી પો.સ્‍ટે. વિસ્‍તારમાં અલગ અલગ જગ્‍યાએ થયેલ ચાર લુટના ગુનામા વપરાયેલ સીલ્‍વર કલરના હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાઈકલ જેના મોરા ઉપર અંગ્રેજીમાં કાળા અક્ષરે ૪૭ લખેલ હોય તેમજ આગળના ભાગે નંબર પ્‍લેટમાં GJ03 LC 0051 લખેલ હોઇ જે ધોરાજી પોસ્‍ટેમા કાર્યરત HAWK EYE સીસી ટીવી જોતા ઉપરોકત વર્ણન વાળા મોટર સાયકલમા ચાર ઇસમો જોવામા આવતા તુરંતજ બાતમીદારો ને કામે લગાડી તેમજ સદરહુ મો.સા.નંબર પોકેટ કોપમા નાખી સર્ચ કરતા સદરહુ મો.સા.લુટના ગુનામા ઉપયોગમાં લીધેલ હોઇ અને બાતમીરાહે ચોકકસ હકીકત મળેલ કે ઉપરોકત લુટ કરનાર ઇસમો પૈકી બે ઇસમો ધોરાજી ના અને બે ઇસમો બહારગામના હોવાનુ અને છેલ્લા એક માસ થી ધોરાજી આવીને રહેતા હોવાની ચોકકસ હકિકત મળતા આ કામે ચારેય ઇસમો  ધોરાજીમા હોવાની ચોકકસ હકિકત મળતા ચારેય શખ્‍સો મળી આવતા જેમા ત્રણ ઇસમો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરો હોઇ જેથી તેઓ ને ડીટેઇન કરેલ તેમજ એક ઇસમને સદરહુ ગુનાના કામે હસ્‍તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત લુટમા ગયેલ મુદામાલ સાથે લુટનો ભેદ ગણત્રીની કલાકોમા ઉકેલેલ.

પકડાયેલ આરોપી નં.(૧) કરણ ઉર્ફે કુકડો ઉર્ફે કૌશીક સ./ઓ હીરાભાઇ વાણીયા ઉ.વ.૧૮ હે.મુળ મેમકાગામ તા.વઢવાણ જી સુરેન્‍દ્રનગર હાલ રહે.ધોરાજી બહારપુરા નાગનાથ ચોક વિસ્‍તાર તેમજ કાયદાના સંઘર્ષમા આવેલ ત્રણ બાળ કીશોરો  કબ્‍જે કરેલ મુદામાલ માં  સીલ્‍વર કલરનુ હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી ન_ GJ 03 LC 0051 કી.રૂ.૩૦,૦૦૦/- (૨) રોકડ રુપીયા ૪૧૦૦/ લુટમા ગયેલ (૩) મોબાઇલ ફોન ચાર કિ રૂ ૧૯,૦૦૦/ તથા (૪) છરી એક કિ રૂ ૫૦૦૦ મળી કુલ રૂપીયા ૪૩,૧૫૦ નો મુદામાલ કબ્‍જે કરેલ.

ધોરાજી પોસ્‍ટે એ પાર્ટ  આઇ.પી.સી.કલમ ૩૯૨,૫૦૬ (૨),૧૧૪ તેમજ જી.પી.એક્‍ટ ૧૩૫ મુજબ ગુન્‍હો દાખલ કરેલ આરોપીનો કરણ ઉર્ફે કુકડો ઉર્ફે કૌશીક સ./ઓ હીરાભાઇ વાણીયાનો ગુનાહિત ઇતિહાસ ૧૧૨૧૧૦૫૬૨૧૦૦૪૮/૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ નોંધાયેલ છે (૧) સીટી બી ડીવી સુરેન્‍દ્રનગર પોસ્‍ટે એ પાર્ટ (૨) સીટી બી ડીવી સુરેન્‍દ્રનગર પોસ્‍ટે એ પાર્ટ ૧૧૨૧૧૦૫૬૨૧૦૦૪૯/૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ (૩)વઢવાણ પોસ્‍ટે એ પાર્ટ ૧૧૨૧૧૦૫૫૨૧૦૬૫૧/૨૧ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) જી.પી.એકટ ૧૩૫ નોંધાયેલ છે

ઉપરોકત  કામમાં ધોરાજી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.બી.ગોહિલ,   પી.કે.શામળા, પો.સબ ઇન્‍સ ધોરાજી પો. સ્‍ટેશન રમેશભાઇ બોદર, એ.એસ.આઇ જાડેજા, પો.હેડકોન્‍સ રવજીભાઇ હાપલીયા, પો.હેડ કોન્‍સ પ્રેમજીભાઇ કીહલા, પો.કોન્‍સ રવિરાજસિંહ વાળા, પો.કોન્‍સ રવિરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ જયસુખભાઇ ગરાંભડીયા, પો.કોન્‍સ માણાવદરીયા, પો.કોન્‍સ દાફડા, પો.કોન્‍સ. સલમાબેન થૈયમ વુમન પો.કોન્‍સ વિગેરે રોકાયેલ હતા.

(1:07 pm IST)