Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ખંભાળિયા નજીક બસની હડફેટે યુવતીનું મૃત્‍યુ

ખંભાળિયા તા. ર૬ : ખંભાળિયા- જામનગર હાઇ-વે પર અત્રેથી આશરે ૧૮ કિલોમીટર દુર નયારા કંપનીના મટીરીયલ ગેઇટ પાસેથી  પુરઝડપે બેફિકરાઇપુર્વક જઇ રહેલી જી.જે. ૧૦ટી.એકસ ૯૮૯૧ નંબરના બસના ચાલકે આ માર્ગ પર જઇ રહેલી લાલપુરના અડોઇ ગામની  દેવુબેન નાથાભાઇ ચાનપા નામની ર૧ વર્ષીય યુવતીને હડફેટે લેતા તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે હોસ્‍પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્‍યુ નિપજયું હતું.

દારૂડિયા પતિના ઝઘડાથી કંટાળીને સોનારડી ગામની પરિણીતાએ મોત મીઠું કર્યું

ખંભાળીયા તાલુકાના સોનારડી ગામે રહેતા જિજ્ઞાબા હિતેન્‍દ્રસિંહ જાડેજા નામની પરિણીતાએ ગઇકાલે સોમવારે પોતાના હાથે ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્‍પ્રાણ દેહ સાંપડયો હતો.

મૃતક પરિણીતાના પતિને દારૂ પીવાની ટેવ હોય અવાર નવાર તે દારૂ પીને ઝઘડો કરતા હોવાથી જીજ્ઞાબાએ આખરે કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું સોનારડી ગામના સજનબા નવલસિંહ જાડેજાએ ખંભાળિયા પોલીસમાં જાહેર કર્યુ છે.

(1:30 pm IST)