Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જેતપુરમાં ગમારાએ પ્રી-મોનસુખ સમીક્ષા કરી

જેતપુર, તા. ર૬ : વર્ષાઋતુ ૨૨ માં આપત્તિ વ્‍યવસ્‍થાપન આગોતરા આયોજન કરવા માટે ની જેતપુર સેવા સદન ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડિઝાસ્‍ટર નોડલ અધિકારી  રાહુલ ગમારાની અધ્‍યક્ષતા હેઠળ મામલતદાર ગ્રામ્‍ય  ડી એ ગીનીયા મામલતદાર શહેર કે એમ અધેરા અને તાલુકા વિકાસ અધિકારી કુંગશિયા ઉપસ્‍થિતિ એ સરકાર ના વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી.

૨૦૨૨ વર્ષાઋતુ આગામી દિવસોમાં પ્રારંભ થશે ત્‍યારે કોઈ આપત્તિ જેવા સંજોગો ઊભા થઇ શકે ત્‍યારે દરેક વહીવટી તંત્રના દરેક વિભાગો દ્વારા તાત્‍કાલિક પગલાં લઈ કામગીરી કરવામાં આવે અને પ્રજાજનો તેમજ પશુધન ને માટે સારી વ્‍યવસ્‍થા આપી શકાય તે માટે ઉપસ્‍થિત અધિકારી ઓ પાસેથી જીણવટ ભરી વિગતો મેળવી સમીક્ષા કરાય હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ દરેક વિભાગો ને જણાવ્‍યું હતું કે વર્ષાઋતુ ના આગમન પૂર્વે જેતે વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી સો ટકા પૂર્ણ થાય અને વર્ષાઋતુ માં કોઈ આપત્તિ સંજોગો ઊભા થયા તો વ્‍યવસ્‍થાપન માં કોઈ મુશ્‍કેલી ન પડે તેવું આયોજન કરી રાખવું.

  આ પ્રસંગે નગર પાલિકા  ના દીપક પટોડીયા. આરોગ્‍ય વિભાગ ના ડો સાપરિયા ડો નિકિતાબેન પડિયા માર્ગ મકાન વિભાગ પટેલ, પશુ પાલન વિભાગ ના જે એસ ગઢવી ઇરીગેશન વિભાગ પી જી વી સી એલ . પોલીસ તેમજએસ ટી બસ ડેપો મેનેજર સહિત દરેક વિભાગ ના અધિકારી ઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

મામલદાર ગ્રામ્‍ય અને શહેર તેમજ તાલુકા વિકાસ અધિકારી ના કંટ્રોલ રૂમ સાથે દરેક વિભાગો એ તેના કંટ્રોલ રૂમ નું સંકલન કરી આયોજન ને સુદ્રઢ બનાવવા નક્કી કરવામાં આવ્‍યું હતું.

(1:31 pm IST)