Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જેતપુરના સમઢીયાળા ગામે શેઢા તકરારના કારણે થયેલ ખુની હુમલા કેસમાં જામીન મંજુર

રાજકોટ તા. ર૬: જેતપુર તાલુકાના સમઢીયાળા ગામે ખેતીની જમીનના શેઢા તકરાર અંગે થયેલ જીવલેણ હુમલો કરવાના ગુન્‍હા હેઠળ પકડાયેલ યુવાન આરોપીનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન પર છુટકારો થયેલ છે.

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા આ કામના ફરીયાદી અશોકભાઇ રૈયાભાઇ સેજલીયાએ જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩ર૬, ૩ર૩, ૩ર૪, પ૦૪, તથા જી.પી. એકટની કલમ ૧૩પ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્‍વયે પોલીસ દ્વારા ગત તા. ૭/૦૧/ર૦રરના રોજ આ કામના આરોપી અશોકભાઇ ગોરધનભાઇ બુટાણીની ઉપરોકત ગુઁન્‍હાના કામ સબબ જેતપુર તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

ફરીયાદીએ ઉપરોકત આરોપી જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩ર૬, ૩ર૩, ૩ર૪, પ૦૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ મુજબની ફરીયાદ બી. ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ઉપરોકત આરોપી વિરૂધ્‍ધ આપેલ હતી જેના અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા આરોપી અશોક ગોરધનભાઇ બુટાણીની ગત તા. ૦૭/૦૧/ર૦રર ના રોજ ધરપકડ કરવામં આવેલ અને આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરતા આ કામના આરોપીને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. જેથી આરોપીએ જામીન ઉપ,ર મુકત થવા માટે જેતપુેર સેશન્‍સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ હતી જે સેશન્‍સ કોર્ટે નામંજુરનો હુકમ ફરમાવેલ હતો. જેથી આરોપીના એડવોકેટ વતી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી જે અન્‍વયે ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે આ કામના ઉપરોકત આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં ખ્‍યાતનામ એડવોકેટ પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(4:27 pm IST)