Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આટકોટની હોસ્‍પિટલ મીની એઇમ્‍સ બની રહેશેઃ ભરત બોઘરા

ગ્રામીણ ગરીબો માટે આ આરોગ્‍ય મંદિરમાં આશીર્વાદરૂપ સેવાઃ સારવારમાં કોઇ ભેદભાવ નહિઃ મોદીને સાંભળવા ઉત્‍સાહ : હોસ્‍પિટલની વિશેષતા અને લોકાર્પણ સમારોહ અંગે પાટીદાર ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટીની પત્રકારો સાથે વાતચીત

આટકોટની પરવાડીયા હોસ્‍પીટલ ખાતે મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.ભરત બોઘરાએ પત્રકાર પરીષદ સંબોધી હતી. બાજુમાં ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, હોસ્‍પીટલના દાતા હરેશભાઇ પરવાડીયા, ભાજપના અગ્રણીઓ રાજુ ધ્રુવ, જીતુ મહેતા, પરેશ ગજેરા, અરૂણ નિર્મળ વગેર ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૨૬: આરોગ્‍ય ક્ષેત્રે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં નમુનારૂપ બની રહેવાની ક્ષમતા ધરાવતી આટકોટ (તાલુકો જસદણ)ની શ્રી કે.ડી.પરવાડીયા હોસ્‍પીટલ સૌરાષ્‍ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ મીની એઇમ્‍સ બની રહેશે તેવો વિશ્વાસ હોસ્‍પીટલના નિર્માતા પાટીદાર સમાજ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી ભરત બોઘરાએ વ્‍યકત કર્યો છે. આ હોસ્‍પીટલ માટે સાકરબેન રણછોડભાઇ પાટીદાર ભુમી દાતા, નયનાબેન ડાયાભાઇ ઠુમર મુખ્‍ય દાતા અને હરેશભાઇ પરવાડીયા નામકરણ દાતા છે.
ડો. ભરત બોઘરાએ પત્રકારોને જણાવેલ કે હોસ્‍પીટલ સૌરાષ્‍ટ્રના ગ્રામીણ વિસ્‍તારોના  ગરીબ-મધ્‍યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે તેનું ઉદઘાટન થવાનું છે. તે વિશેષ ખુશીની બાબત છે. અહી માત્ર રૂા. ૮૦માં નિષ્‍ણાંત ડોકટરોની ઓપીડી સેવાનો લાભ મળશે. જનરલ વોર્ડનું રોજનું બેડ દીઠ માત્ર રૂા. રપ૦ ભાડુ રહેશે. ઓગષ્‍ટ સુધીમાં マદયરોગની આધુનિક સારવાર માટે ફેથસેવા શરૂ થશે. સરકાર માન્‍ય કાર્ડમાં મફત સારવાર અને કાર્ડ વગરના દર્દીઓની રાહતદરે સારવાર થશે. ૧૦૦ ટ્રસ્‍ટીઓએ નિભાવ માટે દાન આપ્‍યું છે.
 નરેન્‍દ્રભાઇ ૪ાા વર્ષ પછી આટકોટ પંથકમાં આવી રહયા હોવાથી લોકોમાં તેમના સન્‍માન અને પ્રવચન શ્રવણ માટે વિશેષ ઉત્‍સાહ છે. સંતો, મંત્રીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. ભાજપના કાર્યકરો ટ્રસ્‍ટીઓ વગેરે કાર્યક્રમ સફળ બનાવવા કાર્યરત છે.

આટકોટની સભા માટે બસ સહિતના વાહનો ટ્રસ્‍ટના ખર્ચે
રાજકોટ : આટકોટમાં શનિવારે વડાપ્રધાન શ્રી મોદીની સભા માટે ૧૫૦૦થી વધુ એસ.ટી. બસનો ઉપયોગ થનાર છે. તેનો ખર્ચ પાટીદાર ટ્રસ્‍ટે ઉઠાવ્‍યો છે. પોલીસ સિવાઇ કોઇ સરકારી તંત્રનો ઉપયોગ કરાયેલ નથી તેમ ડો. ભરત બોઘરાએ જણાવ્‍યું હતું. ટ્રસ્‍ટ અને શુભેચ્‍છકોએ વ્‍યવસ્‍થાની આર્થિક જવાબદારી ઉપાડી છે.

 

(3:10 pm IST)