Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાવનગર ડમીકાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ: અત્યાર સુધીમાં 50 ઝડપાયા

પોલીસ તપાસમાં હજુ પણ વધારે લોકોના નામ ખુલશે તેવી શક્યતા

 ભાવનગરનો ડમીકાંડ સામે આવ્યા બાદથી જ પોલીસ, SIT અને ACB દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર ડમીકાંડમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. 3 આરોપી પૈકી એક 28 વર્ષીય જયદીપ ધાંધલ્યા, બીજો આરોપી 18 વર્ષીય ઋષિત બારૈયા હોવાનું ખુલ્યું. જો કે એક આરોપી 17 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું. પોલીસે ત્રણેયને પકડીને વધુ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અત્યાર સુધી ભાવનગરના ડમીકાંડમાં 50 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં હજુ પણ વધારે લોકોના નામ ખુલશે તેવી શક્યતા છે. 36 આરોપી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળીને કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

(11:41 pm IST)