Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુરેન્દ્રનગર :રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર પદ્મ પુરસ્કારો - 2024 માટે ઓનલાઈન નોમિનેશન / ભલામણ કરી શકાશે

15 સપ્ટેમ્બર, 2023 સુધી ઓનલાઈન નોમિનેશન / ભલામણ કરી શકાશે

સુરેન્‍દ્રનગર:દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર જાહેર કરાતા દેશનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી માટે ઓનલાઈન નોમિનેશન / ભલામણોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in  પર મે, 2023 થી પદ્મ પુરસ્કારો - 2024 માટે ઓનલાઈન નોમિનેશન / ભલામણ કરી શકાય છે. નામાંકન / ભલામણો માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2023 છે. ફક્ત ઓનલાઈન માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ નામાંકન / ભલામણો જ ધ્યાનમાં લેવામાં આવશે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર પદ્મ પુરસ્કારો- 2024 માટે ઓનલાઈન નોમિનેશન/ ભલામણો મોકલવા માટે  લોગિન આઈડી A2311299198 અને પાસવર્ડ Au 460#157 રહેશે. આ પદ્મ પુરસ્કારો અને નામાંકન પ્રક્રિયા  ઓનલાઇન ભલામણો કરવા અંગે વધુ માહિતી પોર્ટલ https://awards.gov.in  પર મળી શકશે. આ ઉપરાંત આ પુરસ્કારોને લગતા કાયદાઓ અને નિયમો વેબસાઇટ https://padmaawards.gov.in  પર ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કલા,સાહિત્ય, શિક્ષણ, રમતગમત, મેડીસિન, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, સિવિલ સર્વિસ, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ જેવા  ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ/સેવા માટે આ પુરસ્કારો આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. નામાંકન / ભલામણની અરજીમાં નામાંકન/ભલામણ કરાયેલી વ્યક્તિએ તેનાં સંબંધિત ક્ષેત્રમાં મેળવેલી અસાધારણ સિધ્ધિ/કાર્ય/પ્રદાન વિશે વર્ણન (મહત્તમ 800 શબ્દોમાં) સહિતની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ કરાવાયેલ ફોર્મેટમાં હોવી આવશ્યક છે.                       

 

(12:29 am IST)