Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અંજાર પંથકમાં રાખડી બંધાવનાર યુવાને મુક બધિર સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

છરીની અણીએ ત્રણ ત્રણ વખત ધરમની બહેન સાથે શરીર સબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ કચ્છના અંજાર તા.ના વરસામેડી ગામે ૧૭ વર્ષીય મુક બધિર સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર ધર્મના ભાઈ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે. ભોગ બનનાર સગીરાના પિતાએ આ અંગે શુભમ મંગેરામ ધિમાન નામના યુવાન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ૧૭ વર્ષીય મુક બધિર સગીરા ઈશારામાં બધું સમજી અને સમજાવી શકે છે. આ સગીરા બાજુમાં રહેતા શુભમ નામના યુવાનને રાખડી બાંધતી હતી. પોતાની મુક બધિર ધરમની બહેનને ઘેર બોલાવી શુભમે છરી બતાવી તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેક વખત આ રીતે દુષ્કર્મ કર્યું હતું. દરમ્યાન સગીરાને પેટમાં દુખતું હોઈ ડોકટરને બતાવતા તે ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યા બાદ તેણીએ પરિવારને આ હકીકત જણાવી હતી. પોલીસે ફરિયાદ નોધી આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

(9:55 am IST)