Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વિસાવદર રેલ્‍વે સ્‍ટેશન ખાતે પરિણીત મહિલાનું અગ્નિસ્‍નાન

ઇલેકટ્રીક શોર્ટ લાગતા જૂનાગઢના યુવાનનું મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૬ : વિસાવદરના ખોડીયારપરામાં રહેતા ભાવનાબેન દાફડાએ પોતાના શરીર પર પેટ્રોલ છાટીને જાત જલાવી લીધી હતી.

મૃતક પરિણીતાના આપઘાત પાછળનું કારણ બહાર આવ્‍યું નથી. વિશેષ તપાસ હેડ કોન્‍સ. કે.ડી. જલકાંત ચલાવી રહ્યા છે.

મોત

જૂનાગઢના અસલમખાન બસીરખાન પઠાણ (ઉ.વ.૩૮) નામનો યુવાન વંથલી ખાતેની ઓઝાદ નદીનો પુલ પાસે ફ્રીઝ રીપેરીંગ કરતા હતા ત્‍યારે તેમનું ઇલેકટ્રીક શોર્ટ લાગવાથી મોત થતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(10:39 am IST)