Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધ્રોલ તાલુકાની ગ્રાન્‍ટેડ શાળાઓમાં મુંગરા કન્‍યા વિદ્યાલય ધો. ૧૦ બોર્ડનું ૯૧.૨૩ ટકા પરિણામ સાથે અવ્‍વલ નંબરે

ધ્રોલ તા. ૨૬ : ધો. ૧૦ બોર્ડના તાજેતરમાં જાહેર થયેલ પરીણામોમાં શ્રીમતી ડી. એચ. કે. મુંગરા કન્‍યા વિદ્યાલયે ફરી એક વાર મેદાન માર્યું છે અને ધ્રોલ તાલુકાની ગ્રાન્‍ટેડ શાળાઓમાં અવ્‍વલ નંબરે આવેલ છે. શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ સંચાલિત શ્રીમતી ડી.એચકે મુંગરા કન્‍યા વિદ્યાલયે ધોરણ-૧૦માં ૯૧.૨૩% ઝળહળતું પરિણામ મેળવી ધ્રોલ તાલુકાની ગ્રાન્‍ટેડ શાળાઓમાં ધો.-૧૦માં ગત વર્ષની જેમ ફરી એકવાર પ્રથમ સ્‍થાન મેળવી શ્રી લેઉવા પટેલ સેવા સમાજ-ધ્રોલનું ગૌરવ વધારેલ છે. પ્રથમ ક્રમે ચાવડા ખ્‍યાતિ પી. ૯૮.૯૦ P.R. તથા દ્વિતીય ક્રમે પીપરીયા ખુશી એમ. ૯૮.૦૯ P.R. અને ભંડેરી દિશા દિનેશભાઇ ૯૮.૦૧ P.R. સાથે તળતિય ક્રમ મેળવી આવી શાળાનું અને સમાજનું ગૌરવ વધારેલ છે. શાળાની કુલ ૦૬ વિદ્યાર્થીની બહેનો A2 ગ્રેડમાં મેળવેલ છે.

બોર્ડનું પરિણામ : ૬૪.૬૨% જિલ્લાનું પરિણામ ૬૯.૬૫ % તાલુકાનું પરિણામ : ૮૦.૨૧% છે. જયારે તેથી પણ વધીને શાળાનું પરિણામ ૯૧.૨૩% આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા ટ્રસ્‍ટીઓમાં હર્ષની લાગણી ફેલાયેલ છે.

શાળાનું ઉચ્‍ચ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યા ડૉ. પ્રવિણાબેન તારપરા સહિત સમગ્ર સ્‍ટાફને તેમજ વિદ્યાર્થીનીઓને સંસ્‍થાના પ્રમુખ અને ગુજરાત રાજ્‍યના કળષિ, પશુપાલન અને ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉપપ્રમુખ ડૉ.વિજયભાઈ સોજીત્રા, સંચાલક વિજયભાઈ મુંગરા, સમગ્ર ટ્રસ્‍ટીગણ તથા સામાજિક આગેવાનોએ અભિનંદન પાઠવેલ છે.

(10:58 am IST)