Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાવનગરમાં બંધ મકાનમાં દોઢ લાખની ચોરી

ભાવનગર,તા. ૨૬ ઃ અખિલેશ પાર્ક,બી.એમ.સી. કોમ્યુનિટી હોલ સામે આવેલ પ્લોટ નં. ૯ માં રહેતા રમેશભાઈ કાનજીભાઈ વાઘેલાઙ્ગ તેમના પરિવાર સાથે તેમના વતન કાદીપુર,તા. ધોલેરા ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી, બેડરૃમમાં રાખેલ કબાટમાંથી ૧૦ તોલા સોનાના ઘરેણા તેમજ એક કિલો ચાંદીના ઘરેણા તથા રોકડા રૃ. ૮૫ હજાર મળી કુલ રૃ. ૧.૬૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરીની આ ઘટના અંગે રમેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:42 am IST)