Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

માંગરોળમાં ૨૮૦૦ લીટર જવલનશીલ પ્રવાહી સાથે બોલરો વાહન ઝડપાયુ

એક શખ્સની ધરપકડ-અન્ય ત્રણની શોધખોળ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૬ઃ માંગરોળના પીએસઆઇ એસ.એન.શ્રત્રિય સ્ટાફ સાથે માંગરોળમાં કામનાથ ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

ત્યારે જીજે-૧૧-ડબલ્યુ-૨૬૧૩ નંબરનું બોલેરો પસાર થતા તેને અટકાવીને તલાશી લેતા તેમાંથી ૨૮૦૦ લીટર જવલનશીલ પ્રવાહી મળી આવેલ.

આથી બોલેરોનો ડ્રાઇવર માંગરોળનો ઇમરાન હાસમ ભાટાની ધરપકડ કરી હતી.

આ બારામાં માંગરોળનો દિનેશ ગોહેલ, રીઝવાન અમુલ અને ગોંડલનો કલ્પેશનું નામ ખુલતા ત્રણેય શખ્સો સામે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(10:43 am IST)