Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વેરાવળના કાજલી ગ્રામ પંચાયતને ગામની સ્‍વચ્‍છતા જાળવવા બદલ એવોર્ડ એનાયત

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા. ૨૬ : વેરાવળ તાલુકાના કાજલી ગ્રામ પંચાયતને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાજલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હંસાબેન મેરગભાઇ બારડને સ્‍વચ્‍છ ભારત મિશન ફેઝ બે અંતરંગ વર્ષ ૨૦૨૨, ૨૩ માં ઘન કચરાનો યોગ્‍ય નિકાલ કરી અને ગામને સ્‍વચ્‍છ રાખવાની ઉત્‍કળષ્ટ કામગીરી બદલ પ્રશસ્‍તિપત્ર એનાયત કરવામાં આવેલ છે.

કાજલી ગામની ૬ હજારથી વધુ વસ્‍તી ધરાવતું ગામ છે અને ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. ગામને સ્‍વચ્‍છ રાખવા કાજલી ગામના અને પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પૂર્વ સરપંચ મેરગભાઇ બારડના માર્ગદર્શનથી કાજલી ગામના સરપંચ હંસાબેન મેરગભાઇ બારડ તેમજ ગ્રામ્‍ય પંચાયતની ટીમની સતત મહેનતને કારણે ગામની સ્‍વચ્‍છતાની સાથે તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે અને ગામને સ્‍વચ્‍છ અને સુંદર રાખવામાં ગામ લોકોનો પણ સહકાર છે અને ગામને સ્‍વચ્‍છ રાખવામાં પંચાયતની ટીમની કામગીરીને કારણે સ્‍વચ્‍છતા એવોર્ડ મળેલ છે

(11:59 am IST)