Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ઉપલેટામાં દેશી દારૂ વેચતા ત્રણની ધરપકડ

ઉપલેટા,તા. ૨૬ : તાલુકાના ખીરસરા ઘેટીયા તથા ઉપલેટામાં દેશી દારૂ વેચાણ કરતા ત્રણ શખ્સોને પોલીસે ધરપક કરેલ છે.

જેમાં ઉપલેટા રેલવે સ્ટેશન પાસે દેશી દારૂનું વેચાણ કરતા અજય છગન મારુ ને દારૂ લીટર ૧૫ લીટર કિંમત રૂા.૩૦૦ સાથે આર આર સેલ ના કોસ્ટેબલ શકિતસિંહ જાડેજાએ ધરપકડ કરેલ છે. નાગનાથ ચોકમાં રહેતા વિપુલ ઉમેશ પંચાસરા ને ભવાની નગર પાસે દેશી દારૂનું વેચાણ કરતા દેશી દારૂ લીટર પ કિંમત ૧૦૦ તથા ખીરસરા ઘેટીયા ગામે દેશી દારૂનું વેચાણ કરતા ભરત ગોકળઙ્ગ મહિડા ચાર લીટર કિંમત રૂપિયા ૮૦ સાથે ઘર પકડ કરેલ છે.

 ખારચિયા ગામે વરલી જુગાર લેતા અલ્પેશ પરષોત્ત્।મ કુંચાલ ને વરલી સાહિત્ય તથા રોકડ રકમ રૂા.૨૮૦ તથા રાહુલ ભીખા પંચાસરા નેઙ્ગ વરલી સાહિત્ય તથા રોકડ રૂા.૨૧૦ સાથે ભાયાવદર પોલીસે ધરપકડ કરેલ છે.

 

(10:47 am IST)