Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જામનગરના દરેડ ગામે લાલપુરથી રિક્ષામાં દારૂ ભરીને આવતા બે ઇસમો ઝડપાયા

જામનગર, તા., ર૬: લાલપુરથી જામનગર શહેર તરફ એક લીલા કલરની સીએનજી રીક્ષામાં બે ઇસમો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો પોતાની રીક્ષામાં ભરીને પસાર થવાના હોય તેવી હકિકત આધારે દરેડ ગામ એફસીઆઇ ગોડાઉનની સામે લાલપુરથી  જામનગર આવતા રોડ ઉપર સાગરભાઇ રમેશભાઇ ડાભી (કોળી) (ઉ.વ.ર૩) ધંધો રી.ડ્રા. રહે. ગોકુલનગર પ્રજાપતીની વાડી શેરી નં. ર કમલેશભાઇની વાડીની બાજુમાં જામનગર તથા (ર) અનીલભાઇ પરબતભાઇ આંબલીયા (આહીર) (ઉ.વ.રર) ધંધો. મજુરી રહે. સાંઢીયા પુલ હરીયા કોલેજ પાછળ ખાખીનગર રીધ્‍ધી સીધ્‍ધી હોટલથી આગળ નગાભાઇ આહીરની દુકાનની બાજુમાં જામનગર મુળ રહે. લાલુકા ગામ તા. ખંભાળીયા પાસેથી દારૂની બોટલો કુલ નંગ-પ૧ જેની કિ. રૂા. રપ,પ૦૦ તથા સદરહું દારૂના જથ્‍થાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ સી.એન.જી. રીક્ષા જેના રજી. નં. જીજે ૧૦ ટી ડબલ્‍યુ  ૮૧૬૬ વાળી જેની કિંમત રૂા. ૧,પ૦,૦૦૦ની ગણી કુલ રૂા. ૧,૭પ,પ૦૦ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર સામે ફરીયાદ આપેલ છે.

આ કામગીરી પંચકોષી બી ડીવી. પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ. એમ.એ.મોરીની સુચનાથી સ્‍ટાફના એએસઆઇ ડી.સી.ગોહીલ તથા એએસઆઇ પી.બી.ગોજીયા તથા પો.કોન્‍સ. જયદીપસિંહ પ્રવિણસિંહ  જાડેજા તથા ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા તથા બાબુભાઇ રાણાભાઇ ગાગીયા તથા રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા તથા અજયભાઇ રાયધનભાઇ વીરડા તથા જી.આર.ડી. દીપેશભાઇ ખરચરીયાનાઓ દ્વારા કરવામાં આવેલ.

(11:11 am IST)