Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સાયબર ફ્રોડના ભોગ બનનારને ૪૮૦૦૦/- તથા અન્‍યને ૧૭૮૦૦/- પરત અપાવતી પ્રભાસ પાટણ પોલીસ

સોમનાથ તા. ર૬: હાલના સમયમાં લોકોને અવનવી સ્‍કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને જુનાગલઢ રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધીક્ષક વી. આર. ખેંગાર વેરાવળ વિભાગ, તરફથી જીલ્લામાં બનતા આવા સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્‍ધ જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એ. બી. જાડેજા ઇ.ચા. પો. ઇન્‍સ. સાયબર સેલ ઇણાજ (એસ.ઓ.જી. શાખા) ના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રભાસ પાટણ ઇન્‍સપેકટર એ. એમ. મકવાણાએ પો. સ્‍ટે. વિસ્‍તારમાં બનતા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ થવા સારૂં પોતાની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરેલ.

જે અનુસંધાને અરજદાર ગોવિંદભાઇ મેરામણભાઇ સોલંકીને ક્રેડિટકાર્ડની લીમીટ વધારવાના બહાને કોઇ અજાણ્‍યા ઇસમોએ અરજદાર સાથે રૂ. પ૮,૦૦૦/- રૂપિયાનો ફ્રોડ કરેલ હોય જે અરજી અત્રે પોલીસ સ્‍ટેશન ખાતે પાસ અર્થે મળતા લગત બેંકને જરૂરી રીપોર્ટ કરી બેંકોના સંપર્કમાં રહી અરજદારને રૂ. ૪૮૦૦૦/- પરત અપાવેલ તેમજ અરજદાર નરેશભાઇ ભીખાભાઇ ચાવડા ઉ.વ. ૩૦ ધંધો વેપાર રહે. મંડોર ગામ તા. વેરાવળ જી. ગીર સોમનાથ ચાવડાને અવનવી લોભામણી જાહેરાતો આપી અરજદાર સાથે રૂ. ૧૮પ૦૦/- નો ફ્રોડ કરેલ હોય જેમાં અરજદારને રૂા. ૧૭૮૦૦/- પરત અપાવતા બન્‍ને અરજદારશ્રીઓએ સાયબર સેલ સી.આઇ.ડી. ક્રાઇમ તથા સાયબર સેલ ગીર સોમનાથ તથા પ્ર. પાટણ પોલીસનો આભાર વ્‍યકત કરતા પોલીસ પ્રજાનો મિત્ર તેનું ઉમદા ઉદાહરણ પુરૂં પાડેલ.

પોલીસ ઇન્‍સપેકટર શ્રી એ. એમ. મકવાણા પો.હેડ કોન્‍સ. અરજણભાઇ મેસુરભાઇ પ્ર. પાટણ, પો. કોન્‍સ. સુભાષભાઇ માંડાભાઇ પ્ર. પાટણ તથા પો. કોન્‍સ. રાહુલસિંહ નકુમ તથા વુ. પો. કોન્‍સ. જયોતીબેન નોકરી સાયબર સેલ ઇણાજ એ આ કામગીરી કરી હતી.

(11:51 am IST)