Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધોરાજી : મદ્રેસા-એ-મીસ્કીનીયાહ સંસ્થા ધોરાજીના શતાબ્દી પ્રસંગે આકર્ષક સોવેનિયર તૈયાર

ધોરાજી, તા. ૨૬ : દારુલ ઉલુમ મદ્રેસા-એ-મીસકીનીયાહ ધોરાજી  સંસ્થા ને ૧૦૦ વરસ પુરા થયા હોય તેના શતાબ્દી પ્રસંગે શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોહસિને આઝમ કોન્ફરન્સ તેમજ ૧૦૪ વિધાર્થીઓના પદવીદાન સમારંભ પ્રસંગ યોજાયો છે.

એક પ્લેટફોમ પર ૧૦૪ વિધાર્થીઓ એક સાથે પદવી પ્રાપ્ત કરશે એ ઐતિહાસિક સમયની લોકો આતુરતાથી રાહ જોઇ રહયા છે.

શતાબ્દી પ્રસંગની યાદગારી માટે સંસ્થા તરફથી એક યાદગાર, આકર્ષક સોવેનિયર બહાર પડશે.

સંસ્થા ના ભવ્ય ભૂતકાળ ની યાદ ને તાજા કરનારએ સોવેનિયરનું ભવ્ય વિમોચન કોન્ફરન્સ ના પ્રથમ દિવસ એટલે શનિવારના રાત્રે કરવામાં આવનાર છે.

સંસ્થામાં દિની તાલીમ સાથે દુન્યવી તાલીમ અને ગુજરાતી-વિજ્ઞાન- અંગ્રેજી- અને કોમ્પ્યુટર જ્ઞાનના કલાસ ચલાવવા માં આવે છે. આગામી સમય માં સંસ્થા ના ભાવિ યોજનાઓમાં રોજગાર લક્ષી કોર્સ શરુ કરવામાં આવશે તેમજ સંસ્થા યુનિવર્સિટીમાં પ્રવેશ કરશે તેવી આ કોન્ફરન્સ માં સંસ્થા તરફ થી જાહેરાત થાય તેવી પણ સંભાવના છે.

ઉપરોકત શાનદાર જશનમાં સંસ્થાના પ્રિન્સીપાલ અલવી, સંસ્થાના પ્રમુખ ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા, ઉપપ્રમુખ અફરોઝભાઇ લકડકુટા, સેક્રેટરી બાશીતભાઇ પાનવાલા,જો.સેક્રેટરી રફીકભાઇ તુમ્બી, ટ્રસ્ટી હમીદભાઇ ગોડીલ, ઈકરામભાઈ ચીડીમાર મેમન, ઇદરીશભાઇ કુંડા, સીરાજભાઇ ધાયા, નોશાદભાઇ ગોડીલ તરફ થી કોન્ફરન્સ અને પદવીદાન સમારોહ માં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવેલ છે...

(12:02 pm IST)