Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કોડીનારમાં દિવ - જખૌ રૂટની બસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા. ૨૬ : અમરેલી ડિવિઝનના સુરક્ષા મદદનિશ અધિકારી સુનીલભાઇ પોલાભાઇ ભારાઇ તથા મદદનિશ સુરક્ષા નિરીક્ષક અરવિંદભાઇ વેલજીભાઇ ડાભી સાંજે ૫.૧૫ વાગ્યેથી કોડીનાર એસ.ટી. ડેપોમાં આવતી જતી બસના ડ્રાઇવરો તથા કંડકટરને બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેક કરવાની ડ્રાઇવ સબબ કામગીરી કરતા હતા. તે દરમ્યાન સાંજે ૬.૪૫ કલાકે કોડીનાર બસ સ્ટેશન માં દીવ જખ્ખો રૂટની એસ.ટી. બસ નંબર GJ-18-Z-8320 આવી હતી. જેના ડ્રાઇવર ક્રીપાલસિંહ છત્રસિંહ રાઠોડ બેઝ નંબર ૧૬૬પને બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેક કરતા આલ્કોહોલની ટકાવારી 12.8Mg/100M આવી હતી.અને મોઢુ સૂંઘી જોતા કેફીપીણું પીધેલી હાલતમાં જણાયા હતા તેમજ આંખો જોતા લાલ દર્શાય હતી.આથી બીજા ડ્રાઇવરને રૂટમાં મોકલી નશાયુકત હાલતમાં ડ્રાઈવરને કોડીનાર કોડીનાર પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લખનીય છે કે ભૂતકાળમાં પણ દિવ રૂટની બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આ રૂટની તમામ બસમાં જો નિયમિત પણે ચેકીંગ થાય તો લોકોના જીવન સાથે ચેડા થતા અટકે તેવી આમ જનતાની લાગણી છે.

(12:07 pm IST)