Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલ યાર્ડ માં આવતી કેસર કેરી સાત સમુન્દર પહોંચશે : ૩૫ હજાર બોકસની આવક

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫ :  સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ મા ગીર ની કેસર કેરી ની જંગી આવક થવા પામી છે.  ભીમ અગિયારસ નો તહેવાર નજીક માં આવતો હોઈ આજે ગોંડલ નું માર્કેટ યાર્ડ કેસર કેરી થી ઉભરાઈ ગયું હતું.

 છેલ્લા ૨-૩ દિવસ માં ૬૦ હજાર થી પણ વધુ બોકસ ની આવક થવા પામી છે. ફળોની રાણી ગણાતી કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસ થીજ આવક જોવા મળી હતી. મુખ્યત્વે જૂનાગઢ - ગીર - તાલાલા - ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના ૩૫ હજાર જેટલા બોકસની આવક થવા પામી છે. હરાજીમાં ૧૦ કિલો કેરીના બોકસના ભાવ રૂપિયા ૪૦૦ થી ૯૦૦ સુધી ના ભાવ મળી રહ્યા છે.

 ઉનાળા ની મોસમ માં કેરી ની સીઝન માં ભારતીય લોકો કેસર નો સ્વાદ તો માણતા જ હોઈ છે પરંતુ હવે સાત સમુન્દર પાર એટલેકે કુવેત , લંડન , ઓસ્ટ્રેલિયા - દુબઇ  આફ્રિકા  શીપ કન્ટેનર તથા એર કન્ટેનર દ્વારા ગોંડલ ના વ્યાપારીઓ દ્વારા  પહોંચતી કરાઈ છે.  અને સ્વાદ રસિકો સૌરાષ્ટ્રની અસલ કેસર નો સ્વાદ માણે છે. 

 ગોંડલ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થાય છે. કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. ભીમ અગિયારસ નો તહેવાર આવતો હોઈ આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

(12:20 pm IST)