Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેસર કેરીનો રસપ્રદ ઈતિહાસ....જાણો સાલેભાઈ આંબડીને કેવી રીતે મળ્યું 'કેસર' નામ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૬ :   જૂનાગઢ રાજ્યના સર નવાબ બાબી મોહમ્મદ ખાનજીના રાજ્યના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટના  હોદ્દે શ્રી આયંગર રાજ્યના બાગાયત સંશોધન અને સુભોષિત હોદ્દે રહીને કેસર કેરીનો ઇતિહાસ રજૂ કર્યો હતો.

જૂનાગઢ રાજ્યના તાબે વંથલી મહાલના વંથલીની તળપદની વગેડીની સીમમાં ધૂનાકાંઠે દેશી આંબાની ચામસી અને રવાયુ બાગો આવેલ હતી. જેની બાજુમાં નવાબ સાહેબના વઝીર સાલેભાઈ ઈદીની નાની આંબાની બાગ આવેલી. આ બાગે સાલેભાઈ જતા ચામસી અને રવાયું બાગના દેશી કેસરિયા આંબામાં કેરીઓ ઉતરતી હતી. તે વખતે સાલેભાઈ ત્યાં ગયાં અને તે કેરીની પાકેલ શાખઓ ખાધી, તેનો સ્વાદ ખૂબ સારો લાગતા તેઓએ તેમાંથી કાચી કેરીઓ લઈ જઈ તે કેરીઓને પકવી તેમાંથી તેના મિત્ર માંગરોળના શેખસાહેબને મોકલાવી. તે કેરીઓ શેખે ખાઈને ખુશ થયા. તે કેરીનું નામ સાલેભાઈની આંબડી નામ આપ્યું. અને સાલેભાઈને સાલે હિંદનો ઈકલાબ આપ્યો અને તે કેરીના ગોઠલા રહીજબાગમાં વવરાવામાં આવ્યા હતા.

ત્રીજા વર્ષે રાજ્યના ખર્ચે તા.૫-મે ૧૯૩૮ના રોજ ગયેલ જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, હોંગકોંગ અને થોડો ચીનનો ભાગ દિવસ ૩૪ હું ફરેલ તેનો ખર્ચ રૂ.૫૩૪ આવેલ પણ કેસર કેરી જેવી જાત જોવા મળે નહીં.

ત્રણ વર્ષનો કેસર કરીનો અભ્યાસ પાછળ મારા પ્રવાસનો રાજ્યને રૂ.૧૪૭૫ને ૧૨ આના ખર્ચ આવેલ અને મને સંતોષ થયેલ કે હું જેટલો ફરેલ તેમાં જૂનાગઢ રાજ્યના અને વંથલીમાં જન્મેલ કેસર કેરી મારા મતે જૂનાગઢ અને વંથલીનું ગૌરવ અનુભવુ છું.

આ કેસર કેરીની કલમો વંથલી, માંગરોળ, ચોરવાડ, તાલાળા, માળીયા, ઉના, વિસાવદર, પોરબંદર, માણાવદર, ધારી, કોડીનાર ખેડૂતોને અને ગિરાસદારો તેમજ નાના રજવાડામાં વાવવામાં આપેલ. જેની કિંમત ૦.૧૨ આના રાખેલી હતી. જેની સામે માંગરોળની રહિજબાગની કલમો પણ વેચાતી. જેની કિંમત રૂ.૧ હતી. જેમાં કેસર કેરીની બંને જાતો હતી ત્યારે લાલ ઢોરીની ઉત્તમ કેસર કેરીની જાતની જ કલમો વાવવા આપતાં. વંથલીમાં દેશી કેસરિયા નામે ઓળખાતા આંબાના ઝાડની કેરીનું  નામ શાલેભાઈની આંબડી અને ત્યાર પછી કેસર નામ પડ્યું હતું.

(12:23 pm IST)