Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જૂનાગઢ પોલીસે ખોવાયેલ મોબાઇલ શોધી કાઢયો

  જૂનાગઢ : વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ. ૧૨,૦૦૦/-ની કીંમતનો ખોવાયેલ મોબાઈલ ફોન ગણતરીની કલાકોમાં નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્વારા શોધી આપેલ. હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ. ચેતન સોલંકી, અંજનાબેન ચવાણ, જાનવીબેન પટોડીયા તથા એન્‍જીનીયર રેયાઝ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જે સ્‍થળેથી મોબાઇલ ફોન ખોવાયેલ હતો તે સ્‍થળના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા જણાયેલ કે ૧ વ્‍યક્‍તિને આ મોબાઇલ ફોન મળેલ છે, નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્વારા તે વ્‍યક્‍તિને શોધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે મોબાઇલ ફોન સ્‍વીચ ઓફ થઇ ગયેલ હોય અને તે મોબાઇલ ફોનનુ ચાર્જર તેમની પાસે ના હોય જેથી ચાર્જ થઇ શકેલ નહી અને કોન્‍ટેક્‍ટ થઇ શકેલ નહી, આમ ગણતરીની કલાકોમાં અશોકભાઇ છબીલભાઇ ગઢીયાનો રૂ. ૧૨,૦૦૦/- ની કીંમતનો VIVO કંપનીનો T1X મોબાઇલ ફોન નેત્રમ શાખા દ્વારા શોધી આપેલ.

(1:14 pm IST)