Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જામનગરના સસોઇ ડેમની અંદર સુતેલ યુવક ઉપર ડમ્‍પર ચઢાવી દેતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૬ : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં રામનાથ ગોરખભાઈ રતનભાઈ નીષાદ, ઉ.વ.ર૪, રે. જય માતાજી હોટલની સામે, વિજયસિંહ ઘેલુભા જાડેજા, ખોલી (ઓરડીમાં) પીપળી ગામ વિસ્‍તારવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પીપળી ગામ વિસ્‍તાર સસોઈ ડેમની અંદર આરોપી ડમ્‍પર નં.જી.જે.૧૦ ટી.એકસ-૪૦૦પ ના ચાલકવાળા ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી રામનાથભાઈના મીત્ર રાજકુમાર ઉર્ફે હુબર હરીનારાયણ જોહરી જે જગ્‍યાએ સુતેલ હોય તેના પગ તથા કમરના ભાગે ઉપર ડમ્‍પરનો જોટો ફેરવી દઈ શરીરે ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

લાલપુરમાં વર્લીમટકાના

આંકડા લખતો ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ઈબ્રાહીમભાઈ જુસબભાઈ ચનાણી એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડ રૂ.ર૧૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ધીમે ચલાવવાનું કહેતા મારમાર્યો

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં પ્રફુલાબા સંજયસિંહ ચુડાસમા, ઉ.વ.ર૩, રે. ગોકુલનગર, રમેશ હાર્ડવેર વાળી શેરી  વાળા એફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પ્રફુલાબા તથા તેમના પતિ સંજયસિંહ પોતાના ઘરની ડેલી પાસે બેઠા હતા તે વખતે આરોપી રામદેવ ચાવડા પોતાનું મોટરસાયકલપુર સ્‍પીડમાં ચલાવી ફરીયાદી પ્રફુલાબાના ઘર પાસેથી નીકળતા ફરીયાદી પ્રફુલાબા ના પતિ સંજયસિંહએ મોટરસાયકલ ધીમુ ચલાવવાનું કહેતા આરોપી રામદેવએ સંજયસિંહ સાથે બોલાચાલી ઝઘડો કરી જતા રહેલહોય થોડીવાર બાદ તેના ત્રણ મીત્ર સાથે આવી ફરીયાદી પ્રફુલાબા ના પતિ સંજયસિંહને ગાળો આપી તેમજ આરોપી રામદેવ એ ગાલ ઉપર ઝાપટ મારતા ફરીયાદી પ્રફુલાબા વચ્‍ચે છોડાવવા જતા આરોપી રામદેવ એ ફરીયાદી પ્રફુલાબાને પેટના જમણા પડખામાં પાટુ મારી મુઢ ઈજા કરી તેમજ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

મકાનમાંથી ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો ઝડપાયો : આરોપી ફરાર

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-પ-ર૦ર૩ના શંકરટેકરી, સિઘ્‍ધાર્થ કોલોની શેરી નં.ર૩માં આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે પિન્‍ટુ બાઠીયો એ પોતાના કબ્‍જાના મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-પ૪, કિંમત રૂ.ર૭,૦૦૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે પિન્‍ટુ બાઠીયો ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:16 pm IST)