Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જામનગરના ફલ્લા ગામે ત્રણ શખ્‍સોએ હુમલો કરી ટ્રકની લુંટ ચલાવી નાશી ગયા

જામનગર તા. ૨૬ : પંચ ' પોલીસ સ્‍ટેશનમાં દેવારામ મુન્‍નારામ રામુરામ દેવાસી, ઉ.વ.ર૯, રે. દેવાસીનો ઢાળીયો, ભવાદ તા.બાવડી, જિ. જોધપુર, રાજય : રાજસ્‍થાનવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફલ્લા ગામના પુલ પાસે સાહેદ મહેન્‍દ્રસિંગ તથા આરોપી ખેતસિંગ વચ્‍ચે પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખ ચાલતુ હોય જેથી આરોપી ખેતસિંગએ સ્‍વીફટ કાર જેના રજી.નં.જી.જે.ર૭-બી.એલ.-૯૮૩૮ માં ત્રણ અજાણ્‍યા માણસોને મોકલી ફરીયાદી દેવારામ ના ટ્રકને ઓવરટેક કરી સ્‍વીફટ કારની બારી માંથી એક માણસે લાકડાનો ધોકો બહાર કાઢી અવાર નવાર ટ્રકને ઉભો રાખવા માટે ઈશારાઓ કરી ફરીયાદી દેવારામના ટ્રક આગળ સ્‍વીફટ કાર ઉભી રાખી સ્‍વીફટ કાર માંથી ત્રણ અજાણ્‍યા માણસો હાથમાં લાકડાના ધોકા લઈ નીચે ઉતરી ફરીયાદી દેવારામ તથા સાહેદ મહેન્‍દ્રસિંગ તરફ આવતા ફરીયાદી દેવારામ તથા સાહેદ મહેન્‍દ્રસિંગને ભય લાગતા સાહેદ મહેન્‍દ્રસિંગ ટ્રક માંથી નીચે ઉતરી પુલ નીચે કુદી જતા સાહેદ મહેન્‍દ્રસિંગને માથાના તથા પગના ભાગે ઈજા થયેલ હોય તથા ફરીયાદી દેવારામ  ટ્રક માંથી નીચે ઉતરી ટ્રક મુકી ભાગવા જતા ડીવાઈડર સાથે અથડાતા જમણા પગના ગોઠણના ભાગે મુંઢ ઈજા થયેલ હોય આરોપી ખેતસિંગ તથા અજાણ્‍યા માણસોએ ફરીયાદી દેવારામ તથા સાહેદ મહેન્‍દ્રસિંગને ભયમાં મુકી સમાન ઈરાદો પાર પાડવા માટે ગુન્‍હીત કાવતરૂ રચી ફરીયાદી દેવારામના ટ્રક નં. જી.જે.આર.જે.-૧૯-જી.ડી.-૭૪૯પ, કિંમત રૂ.૭,૦૦,૦૦૦ની લુંટ કરી નાશી જઈ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 ગુલાબનગરમાં જુની અદાવતનો ખાર રાખી મારમાર્યો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મકસુર જુમ્‍માભાઈ ખુરેશી, ઉ.વ.ર૮, રે. રાજપાર્ક, છાતીશાહ પીરની દરગાહની બાજુવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-પ-ર૦ર૩ના ગુલાબનગર, રાજપાર્ક ઢાળીયા પાસે, સેવાસદન સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મકસુર પોતાના ઘરે જતા હતા ત્‍યારે રસ્‍તામાં આરોપી હશન મુસા ખુરેશી એ ફરીયાદી મકસુરને ઉભો રાખી મન ફાવે તેમ ભુંડી ગાળો આપી પોતાના હાથમાં રહેલ તલવાર વડે ફરીયાદી મકસુરના બંન્‍ને હાથના કોણીના ઉપરના ભાગે એક-એક ઘા કરતા ડાબા હાથના ભાગે ફેકચરની ઈજા તથા જમણા હાથમા ટાંકાની ઈજા કરી તથા આરોપી ઓસમાણ મુસા ખુરેશી એ લોખંડના પાઈપ વડે ફરીયાદી મકસુરના બંન્‍ને પગના ગોઠણ તથા ગોઠણના નીચેના ભાગે માર મારી ઈજા કરેલ તથા આરોપી ઓસમાણ મુસા ખુરેશીએ લાકડાના ધોકા વડે ફરીયાદી મકસુરને વાસાના ભાગે તથા શરીરે માર મારી ઈજા કરેલ અને જતા જતા આરોપી હશન મુસાએ ફરીયાદી મકસુરને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

યુવાન પર છરી વડે હુમલો

અહીં સીટી સી-પોલીસ સ્‍ટેશનમાં અંકિતભાઈ મુકેશભાઈ બારોટ, ઉ.વ.ર૮, રે. અંધાશ્રમ આવાસ, બ્‍લોક નં.૭ર, રૂમ નં.૧૦ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અંકિતભાઈને આરોપીઓ હાર્દિક ધર્મેન્‍દ્રભાઈ કાચા તથા અન્‍ય અજાણ્‍યા બે શખ્‍સોએ એક સંપ કરી ફરીયાદી અંકિતભાઈને બેફામ ભુંડી ગાળો આપી તથા આરોપી હાર્દિકએ ફરીયાદી અંકિતભાઈને શરીરે લાકડાના ધોકા વડે જમણા પગમાં તથા શરીરે મુઢમાર મારી તેમજ ડાબા પગ પર લાકડાના ધોકાનો ઘા મારી પગમાં ફેકચર કરી તથા ડાબા હાથમાં છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાનો જુગાર રમતા ઝડપાયા : એક ફરાર

અહીં સીટી સી-પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેશભાઈ બટુકભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે,  શંકરટેકરી  સુભાષપરા શેરી નં.ર માં આરોપી સુનિલભાઈ વિનુભાઈ રાઠોડ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂપિયા ૩૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગેલ છે. તથા આરોપી પલો અરવિંદભાઈ કોળી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટરસાયકલ સાથે છોટાહાથી અથડાતા ચાલકનું મોત

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા, ઉ.વ.૩૦, રે. દેવીપુજકવાસ, ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-પ-ર૦ર૩ના દેવપુજક વાસથી આગળ લતીપર રોડ, જેન્‍તીભાઈ બચુભાઈ ચાવડાના ઈંટોના ભઠ્ઠા પાસે આરોપી ટાટા કંપનીનું એક છોટા હાથી જેના રજી.નં.જી.જે.૧૦-ટી.એક્ષ.૬૦૩૮ના વાળી સાથે ફરીયાદી બાલાભાઈનો ભાઈ પ્રવિણ તથા ફરીયાદી બાલાભાઈનો પીતરાઈભાઈ રાજુભાઈ રવજીભાઈ વાઘેલા તેનું મોટરસાયકલ સાઈન જેના રજી.નં.જી.જે.૧૦-સી.સી.-૯ર૮૮ વાળુ લઈને પેટ્રોલ પુરાવા જતા હતા ત્‍યારે ટાટા કંપનીનું ૪૦૭ પીકઅપ ગાડીને ઓવરટેક કરવા જતા રોંગ સાઈડમાં આરોપી છોટાહાથી આવી પુર ઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીચે તથા માનવ જીવન જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદી બાલાભાઈના ભાઈના મોટરસાયકલ સાથે અથડાવી ફરીયાદી બાલાભાઈના પીતરાઈ ભાઈ રાજુભાઈને માથાના ભાગે નેણ ઉપર ટાંકા આવેલ તથા જમણા પગના સાથળના ભાગે ફેકચર થયેલ તથા ફરીયાદી બાલાભાઈના ભાઈ પ્રવિણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

લલોઈ ગામે જુગાર

રમતા ચાર ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અલ્‍તાફ તારમામાદભાઈ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, લલોઈ ગામની ગઢડો સીમમાં બાબુભાઈ ત્રીકમભાઈ પટેલની વાડી પાસે આવેલ ઝાડ નીચે આરોપી સંજયભાઈ રૂપસીંગભાઈ સાડમીયા, રવજીભાઈ રાયસંગભાઈ સાડમીયા, દેવજીભાઈ રૂપસીંગભાઈ સાડમીયા, કિશનભાઈ ગોરધનભાઈ વાજેલીયા એ તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૯૮૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગાડીમાં હવા ભરવા

બાબતે બઘડાટી

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં આલાભાઈ ડાડુભાઈ વરૂ, ઉ.વ.ર૦, રે. ભણગોર ગામ, તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી  છે કે, ફરીયાદી આલાભાઈ પેટ્રોલપંપમાં નોકરી કરતા હોય ત્‍યાં આરોપી જયરાજસિંહ પ્રધુમનસિંહ જાડેજા પેટ્રોલ  પંપમાં મોટરસાયકલમાં હવા ભરવા આવેલ અનેત્‍યાં હવા ભરવાના મશીનનો વાલ બંધ હોય જેથી ફરીયાદી આલાભાઈએ આરોપી જયરાજસિંહને કહેલ કે વાલ ચાલુ કરી દેજો પછી જ હવા ભરાશે તેમ વાત કરતા આરોપી જયરાજસિંહ ફરીયાદી આલાભાઈ સાથે આવી ફરીયાદી આલાભાઈને કહેવા લાગેલ કે તારાથી થાય તે કરીલે વાલ બંધ નહીં થાય તેમ કહી જતો રહેલ ત્‍યાર બાદ થોડી વાર પછી પાછો મોટરસાયકલ લઈને આવી આ બાબતનું મનદુઃખ રાખી ફરીયાદી આલાભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી હાથમાં રહેલ પ્‍લાસ્‍ટીક ના પાઈપનો એક ઘા ફરીયાદી આલાભાઈને કમરના ભાગે તથા બે ઘા  ડાબા પગના ઘુંટણના ભાગે તથા એક ઘા જમણા પગના ગોઠણના ભાગે શરીરે મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:17 pm IST)