Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુનાગઢના પદાધિકારીઓએ સુરતની બેઠકમાં ભાગ લીધો

જુનાગઢ : સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલના અધ્‍યક્ષ સ્‍થાને આઠ મહાનગરપાલિકાના મેયર ડેમેયર સહિતના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં જુનાગઢના મેયર ગીતાબેન પરમાર ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, શાશક પક્ષના નેતા કિરીટભાઇ તેમજ મહામંત્રી ભરત શિંગાળા તથા સંજય મણવર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. અને સુરતમાં થયેલા વિકાસ કામોની જેમ દરેક મહાનગરપાલિકામાં વિકાસ કરી શકે તે માટે માહિતી આપવામાં આવી હતી. (અહેવાલ - વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:20 pm IST)