Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબીના ઘુંટુ ગામે પથ્‍થરની ખાણમાંથી શ્રમીક અનુપભાઇ ગૌડની લાશ મળી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : મોરબીના ઘુંટું ગામની સીમમાં આવેલ પથ્‍થરની ખાણમા લાશ મળતા ચકચાર જાગી છે.

મૂળ એમ.પી. નો વતની અને હાલ મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ ન્‍યુલક્ષ પેપરમીલ કારખાનામા રહીને કામ કરનાર શ્રમિક અનુપભાઇ રામસિંહ ગૌડ તારીખ ૨૨ના રોજ પોતાના કારખાનેથી મોરબી જવાનુ કહીને નીકળ્‍યો હતો. જે બાદ તારીખ ૨૪ના રોજ મોરબી તાલુકા ઘુટુ ગામની સીમ ન્‍યુલક્ષ પેપરમીલની સામેના ભાગે પથ્‍થરની ખાણમા કોહવાયેલી અવસ્‍થામાં તેનો મૃતદેહ મળી આવ્‍યો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:21 pm IST)