Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુનાગઢમા જોશીપરાનો શખ્‍સ તમંચા સાથે ઝડપાયો

એસ.ઓ.જી.એ એક કાર્ટીસ પણ કબ્‍જે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ : જુનાગઢ એસ.ઓ.જી.ના પી.આઇ.ગોહિલના માર્ગદર્શનમાં એ.એસ.આઇ. મહેન્‍દ્રભાઇ વગેરે જુનાગઢના ભારત મીલના ઢોરા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

ત્‍યારે સીરાજશા રફાઇ એક તમંચા અને કાર્ટીસ સાથે મળી આવતા એસ.ઓ.જી.એ રૂા.૧૦,૧૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પુછપરછમાં આ ઇસમે તમંચો અને કાર્ટીસ મધ્‍યપ્રદેશનો રાજેશ ગંગાસીંગ રાજાવત પાસેથી મેળવ્‍યો હોવાનું ખુલતા એસ.ઓ.જી.પી.આઇ.એ.એમ.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)