Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ટંકારા ન્‍યુ વિઝન સ્‍કુલના વિદ્યાર્થી ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠા ક્રમે

ગણિત તથા સંસ્‍કૃતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્‍યા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, ૨૬: ધો. ૧૦માં ટંકારામાં ન્‍યુ વિઝન સ્‍કૂલના વિદ્યાર્થી કડીવાર નેન્‍સી ૯૯. ૯૪ પી.આર સાથે બોર્ડમાં છઠ્ઠા ક્રમે ગણિત તથા સંસ્‍કળતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્‍યા છે. મોટા ખીજડીયા ગામના નાના ખેડૂત ની પુત્રી છે

ન્‍યુ વિઝન સ્‍કૂલના વિદ્યાર્થી કડીવાર નેન્‍સી ૯૯. ૯૪ મેળવી  ગુજરાત બોર્ડમાં છઠ્ઠા નંબર મેળવ્‍યો છે. જ્‍યારે પનારા નેમિસે ૯૯.૮૯ પીઆર સાથે સંસ્‍કળત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે. પનારા નેમિસ ટંકારા તાલુકાના ગજડી ગામના ખેડૂત પુત્ર છે.૨૬ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવેલ છે .

શાળાનું ઝળહળતું  પરિણામ આવતા વાલીઓએ સંચાલક દિલીપભાઈ બારૈયા તથા સ્‍ટાફને અભિનંદન આપેલ છે

(1:24 pm IST)