Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ટંકારા મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં ધો.૧૦માં ચા વાળાની દીકરી પ્રથમ નંબરે

(હર્ષદરાય કંસારા  દ્વારા) ટંકારા, તા.૨૬ : એમ પી દોશી વિર્ધાલયની વિદ્યાર્થીની નગવાડિયા શ્રૂતિએ ધો.૧૦ માં ઉત્‍કળષ્ટ પરિણામ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું.

શ્રૂતિ સંજયભાઈ નગવાડિયા એ ૯૬.૬૩ પી આર સાથે શાળા પ્રથમ સ્‍થાન -ાપ્ત કર્યું છે આ અગાઉ એન એમ એમ એસ પરીક્ષામાં તાલુકા પ્રથમ ક્રમે ઉતિર્ણ થયા હતા દાદા વિનોદભાઈ પાસેથી ગણીતનુ અદકેરૂ જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને દાદી શાંતાબેન પાસેથી ગુજરાતી અને સભ્‍ય વ્‍યવસ્‍થાને જીવનમાં ઉતારી ગાયત્રી સ્‍ટુડિયોના માલિક પિતા સંજયભાઈ અને માતા રેખાબેનની લાડકવાઈ શ્રૂતિએ ઉત્‍કળષ્ટ પરીણામ થી શાળા પરીવાર તથા ગામનું ગૌરવ વધાર્યું છે

(1:31 pm IST)