Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્‍કુલની વિદ્યાર્થીની જીલ તેરૈયા ધો. ૧૦ બોર્ડમાં પ્રથમ

અમરેલી,તા. ર૬ :  અમરેલી ડો.કલામ ઇનોવેટીવ સ્‍કુલની વિધાર્થીની જીલ તેરેયાએ એસએસસી બોર્ડમાં રાજયમાં પ્રથમ નંબર મેળવી અમરેલી જિલ્લાનું નામ સમગ્ર રાજયમાં રોશન કર્યું છે પરીણામજાહેર થતાની સાથે સ્‍કુલના શિક્ષકો અને વિધાર્થીઓએ ઉત્‍કળષ્ટ પરીણામનો જશ્‍ન કર્યો હતા ેપેડા વિતરણ કરી મોં મીઠા કર્યા હતા.પરીણામ અંગે જાણ થતા રાજયનાશિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએજીલને નાગનાથ મંદિર ખાતે ટેલીફોન કરી શુભકામનાઓ પાઠવી હતી અને પોતાની ખુશી દર્શાવી હતી પરીક્ષામાં સફળતા અંગે જીલ કહે છે કે નવી સ્‍કુલ હતી શરૂઆતમાં અજાણ્‍યું લાગતુ પરંતુ ઘીમે ધીમે ઘર જેવો જ માહોલ બની ગયેલ દરરોજ સ્‍કુલમાં શિક્ષણ ઉપરાંત પાંચ કલાક ઘરે તૈયારી કરતી હતી આમ દસ થી બાર કલાક શૈક્ષણીક તૈયારીઓ કરતી હતી સંસ્‍થાના શિક્ષકોએ પણ માર્ગદર્શન સાથે પ્રોત્‍સાહન આપ્‍યું છે સફળતાનો શ્રેય તેમને પણ ફાળે જાય છે તેમ જણાવ્‍યું હતું. જીલની મોટી બેન મેડીકલ લાઈનમાં છે હવે જીલ પણ મેડીકલ લાઇનમાં જવા માગે છે એક ભાઇ દિવ્‍યરાજ હાલ એલકેજીમાં અભ્‍યાસ કરે છે. ઉચ્‍ચા પરીણામ સાથે ઉચ્‍ચો મકસદ લઇ ઉત્‍સાહીત બનેલી જીલ તેરૈયાને સૌએ બિરદાવી શુભકામનાઓનો ઘોધ વહેતો કર્યો છે.

એસએસસી પરીક્ષામાં ઉચ્‍ચ ટકાવારી સાથે પાસ થયેલ જીલ તેરૈયાએ પોતાનું પરીણામ ભગવાન નાગનાથને અર્પણ કર્યું હતુ આ પ્રસંગે સ્‍કુલના ડાયરેકટરો ધવલભાઈ ભીમજીયાણી, કેવલભાઈ મહેતા, જય કાથરોટીયા અને ભાવેશભાઇ તથા જગદીશભાઇ, અર્જુનભાઈ સહિત ઉપસ્‍થિત રહયા હતા. આ સંસ્‍થાના કુલ ૩ર માંથી ૩ વિધાર્થીઓ જેમાં વરસડાનીજાનવી, આયન અને યશવીપટેલે એ વન ગ્રેડમાં પરીણામો મેળવ્‍યાછે ધો.૧૦ માં યશવીપટેલે ૯૯. ૬૯પીઆર મેળવ્‍યા છે મોટા ભાગે સાયન્‍સમાં વિધાર્થીઓ મેડીકલ કે એન્‍જીનીયરીંગમાંજતા હોય પરંતુ ૯૯.૬૯પીઆર મેળવનાર યશવીપટેલ કહે છે કે મારે હવે કોમર્સલાઇનમાં જવુ છે કોમર્સ લાઇનમાં પણ અનેક તકો છે તેમ જણાવ્‍યું હતું.

(1:32 pm IST)