Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલના દેરડી પાસે છકડો રીક્ષા પુલ નીચે ખાબકી રાણસીકી ગામના કિરણભાઇ દેવીપુજકનું મોત

દેરડીથી બકાલુ ભરી રીક્ષામાં રાણસીકી જતા'તા અને પાછળથી વાહને ઠોકર મારી : ધર્મેશભાઇને ઇજા

રાજકોટ, તા., ર૬: ગોંડલના દેરડી ગામ પાસે આજે સવારે બકાલુ ભરેલ રીક્ષાને પાછળથી વાહને ઠોકર મારતા રીક્ષા પુલ નીચે ખાબકતા રાણસીકીના પ્રૌઢનું મોત નિપજયું હતું. જયારે અન્‍ય એકને ઇજા થઇ હતી.

પ્રાપ્ત વિગતો ગોંડલના રાણસીકી ગામના કિરણભાઇ ગોરધનભાઇ દેવીપુજક (ઉ.વ.પ૦) તથા ધર્મેશભાઇ આજે સવારે છકડો રીક્ષામાં બકાલુ ભરી દેરડીથી રાણસીકી ગામ જતા હતા ત્‍યારે પાછળથી આવતા વાહને છકડો રીક્ષાને હડફેટે લેતા છકડો રીક્ષા પુલ નીચે ખાબકતા રીક્ષામાં બેઠેલ કિરણભાઇ દેવીપુજકને ગંભીર ઇજા થતા મોત નિપજયું હતું. જયારે ધર્મેશભાઇને ઇજા થતા સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડાયા હતા.

બનાવની જાણ થતા  ગોંડલ તાલુકા પોલીસના જમાદાર પી.કે.સૈની ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:35 pm IST)