Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજુલા પંથકમાં સગીરાના ફોટા ઇન્‍સ્‍ટાગ્રામમાં મુકીને બદકામ કરનાર સામે ગુન્‍હો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૬ :  રાજુલા પંથકની સગીરાને મહુવાના મેલડી માતાના મંદિર પાસે રહેતા સંજય ચંદુ મોહનભાઇ મારૂ સગીરાને ભગાડી જતા ફરીયાદ થયેલ જે કામે પોતે જામીન ઉપર મુકત થતા સગીરાના ફોટા ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટમાં મુકી બદનામ કરવા ગુન્‍હો કર્યાની સગીરાના પિતાએ ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આપઘાત

ધારી સરસીયા રોડ પર રહેતા શકિતભાઇ દલાજીભાઇ ઝવેરી ઉ.વ.૩૦ મંજુરી કરી પોતાનું ગુજરાત ચલાવતો હોય ૧પ દિવસ પહોલ કામે ગયેલા ત્‍યારે પગ ઉપર પથ્‍થર પડતા પ્‍લાસ્‍ટર આવેલ જેથી મજુરી કામ ન થઇ શકતા આર્થિક સંકડામણને કારણે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ જતા મૃત્‍યુ પામ્‍યાનું રમણીકભાઇ દિનાજીભાઇ ઝવેરીએ ધારી પોલીસમાં જાહેર કરેલ છે.

ધમકી

ધારી તાલુકાના ઓળીયા ગામે રહેતી દિપુબેન મંગળશીભાઇ બગડા ઉ.વ.૧પ ને છેલ્લા એક વર્ષથી કાનના બંને પડદાની બિમારી હોય જેની દવા પણ શરૂ હોય થોડા સમય બાદ કાનનું ઓપરેશન કરાવવાનું હોય જે મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતા દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજયાનું પિતા મંગળશીભાઇએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર કરેલ છે.

માર માર્યો

ધારી તાલુકાના દેવળા ગામ બહાર હોટલ પાસે દિપકભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.૩ર) ની સામે અરવિંદ ઉર્ફે મુકેશ પાલાભાઇ દાફડાની દિકરી ર૦૧૯ માં દાઝીને અવસાન પામતા દિપકભાઇ સામે ૩૦૬ મુજબ કેસ કરેલ જે મનદુઃખ રાખી અરવિંદ ઉર્ફે મુકેશ પાલાભાઇ દાફડા, અંકીત અરવિંદભાઇ ઉર્ફે મુકેશભાઇ દાફડા, રાહુલ અરવિંદભાઇ ઉર્ફ મુકેશભાઇ દાફડાએ પાવડા અને કુહાડીની મુંઢરાટી વડે તેમજ લાકડી વડે મારમારી ધમકી આપ્‍યાની ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(1:36 pm IST)