Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કુતિયાણાના ફરેરમાં રોન પોલીસનો જૂગાર રમતા પ શખ્‍સો ૧૦ર૮૦ રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ર૬ :.. કુતીયાણાના ફરેરમાં જાહેરમાં રોનપોલીસનો જૂગાર રમતા પાંચ શખ્‍સોને ૧૦ર૮૦ રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યા છે.

પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની એ પોરબંદર જીલ્લામાંથી પ્રોહી. જૂગારની બદી દૂર કરવા ડ્રાઇવ અન્‍વયે તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍ય શ્રી સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ કુતીયાણા પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. એ. બી. દેસાઇ તથા કુતિયાણા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો. સ્‍ટે. વિસ્‍તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્‍યાન ફરેર ગામ મંગળશેરીમાં જાહેરમાં જૂગાર રમતા

અશ્વિન ઉર્ફે ઘોઘો કારાભાઇ વાઢીયા (ઉ.વ.૩૯), જેતમાલ ઉકાભાઇ વાઢીયા (ઉ.વ.૪૭), ડાયાભાઇ મોહનભાઇ વાઢીયા (ઉ.વ.પ૦), મુળુભાઇ ભુરાભાઇ વાઢીયા (ઉ.વ.પર), તથા દીલીપ રાજદેભાઇ વાઢીયા (ઉ.વ.૪૧) રહે. તમામ ફરેર ગામ વાળાને ૧૦ર૮૦ રોકડ સાથે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

કુતીયાણાના પો. સબ. ઇ. એ. બી. દેસાઇ, પો. હેડ કો. એચ. ડી. સીસોદીયા, પો. કો. યશપાલસિંહ સામતભાઇ, અલ્‍તાબ હુસેનભાઇ, ભરત ભોજાભાઇ, પીયુષ રામજીભાઇ, મેરામણ પાલાભાઇ વિગેરે એ જૂગાર રમતા શખ્‍સોને પકડી પાડવાની કામગીરી કરી હતી.

(1:38 pm IST)