Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વિરપુરમાં જાહેરનામાનો ભંગ કરનાર ૩ ગેસ્‍ટ હાઉસના માલીકો સામે કાર્યવાહી કરતી એસઓજી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૬: હોટલો માટે કસ્‍ટમરોની તમામ માહિતીનો પથીક નામનો સોફટવેર ઉપયોગ કરવાનું જાહરેનામું હોય છતાં અમુક ગેસ્‍ટ હાઉસના માલીકો જાહેરનામાનો ભંગ કરતા હોય તેવી બાતમી મળતા તેમજ સલામતીના પગલા રૂપે એસ.ઓ.જી. પોલીસે વિરપુરમાં ચેકીંગ હાથ ધરતા મેઇન બજારમાં આવેલ શ્રીજી ગેસ્‍ટહાઉસના માલીક નિલેશભાઇ ધીરૂભાઇ ગાજીપરા, હરીઓમ ગેસ્‍ટહાઉસના માલીક વિપુલભાઇ પોપટભાઇ સોલંકી તથા જાનકી ગેસ્‍ટહાઉસના બીપીનભાઇ ગાંડુભાઇ સાવલીયા દ્વારા પોતાના ગેસ્‍ટહાઉસમાં પથીક સોફટવેરમાં કસ્‍ટમરોની એન્‍ટ્રી ન કરતા હોવાનુ઼ જાણવા મળતા એસ.ઓ.જી. પોલીસે ત્રણેય ગેસ્‍ટ હાઉસના માલીકો વિરૂધ્‍ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ.

(3:47 pm IST)