Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલ દેરડીના માર્ગ પર અજાણ્યા વાહને ટક્કર મારતા છકડો રીક્ષા 20 ફુટ ઉંડા ખાડામાં ખાબકી:ચાલકનું મોત

અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો

ગોંડલ દેરડીના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે રીક્ષા 20 ફુટ ઉંડા ખાડામાં પડી ગઇ હતી. ત્યારે આ ગંભીર ઘટનામાં રિક્ષા ચાલકનું મોત નિપજયું હતુ.

ગોજારા અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે રીક્ષા ચાલકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ગોંડલ દેરડી(કુંભાજી) માર્ગ પર આ અકસ્માતની ઘટના સામે આવી છે. મોટીખિલોરી દેરડી(કુંભાજી) વચ્ચે અજાણ્યા વાહન ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારી હતી. શાકભાજી ભરેલ GJ-01-TT-9755 નંબરની રીક્ષાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રીક્ષા 20 ઉંડા ખાડામાં ખાબકી હતી.

(9:59 pm IST)