Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબી :હીટ વેવને ધ્યાને લઈ પાકના રક્ષણ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી

વિસ્તાર હીટ વેવનો શિકાર હોય તો આશ્રયસ્થાનોમાં વિરામ કરવાનું અપનાવવું જોઈએ

મોરબી:ઉનાળાની ઋતુ દરમિયાન ખેતી કરતી વખતે ખેડૂતોએ કેટલીક બાબતો ખાસ ધ્યાને લેવાની રહે છે. ઉપરાંત આ વર્ષે હીટ વેવની અસર હેઠળ ગરમી પણ વધુ પડી રહી છે ત્યારે પાકના રક્ષણ માટે કેટલીક બાબતો ધ્યાને રાખવી જરૂરી છે.

 

ખેતીમાં પાક સરક્ષણ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું જોઈએ. નિર્ણાયક વૃદ્ધિના તબક્કામાં સિંચાઈ વધારવી જોઈએ. જમીનને ભેજવાળી રાખવી જરૂરી છે. માત્ર સાંજે અથવા વહેલી સવારે પિયત આપવી જોઈએ. છંટકાવ સિંચાઈનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારો વિસ્તાર હીટ વેવનો શિકાર હોય તો આશ્રયસ્થાનોમાં વિરામ કરવાનું અપનાવવું જોઈએ. પાકને નિયમિત રીતે પાણી મળી જાય તે માટે ટપક સિંચાઈ પધ્ધતિને અપનાવવી જોઈએ. ખેતર કે વાડીની ચોતરફ વૃક્ષો વાવવા જોઈએ.

(10:25 pm IST)