Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તા. ૨૭ મેથી બે દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

દેવભૂમિ દ્વારકા :પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તા. ૨૭/૦૫/૨૦૨૩ અને તા. ૨૮/૦૫/૨૦૨૩ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મંત્રી તા. ૨૭/૦૫/૨૦૨૩ના રોજ ભાણવડ તેમજ ખંભાળિયા ખાતે યોજાનાર સંગઠનના કાર્યક્રમોમાં હાજરી આપશે. અને તા. ૨૮/૦૫/ ૨૦૨૩ના રોજ ભાણવડ તાલુકા આહિર કર્મચારી મંડળ દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ ખંભાળિયા ખાતે ડેન્ટલ ક્લિનિકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

(11:03 pm IST)