Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં રસ-પૂરી, ફરસાણ સહિતનું ભોજન કરાવાયું

વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોએ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોને આશીર્વાદ આપ્યા

મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું.


મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં રસ-પૂરી, ફરસાણ સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્ય બદલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોએ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

(1:00 am IST)