Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કટિબધ્ધતા, સમર્પણ અને જવાબદારીની સંકિલત ઓળખ ૧૦૮ સેવા:પાઇલોટ-ડે અંતર્ગત ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો એવોર્ડ સમારોહ યોજાયો

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના હસ્તે કર્મયોગીઓનું સન્માન કરાયું

અમરેલી; ૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે વિશ્વાસ અને ચોક્ક્સાઇનો પયાર્ય બની ગયો છે. આ સેવામાં પાઇલોટ (૧૦૮ સેવાના એમ્બ્યુલન્સના ચાલક) કે જે પીડિતને સત્વરે ઇમરજ્ન્સી સારવારમાં મદદરુપ થવા માટેની મહત્વની કડી છે. આજનો દિવસ ૧૦૮ સેવા અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. મહત્વનું છે કે,  ૨૬ મે 'પાઇલોટ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ઇમરજ્ન્સી ૧૦૮ સેવા દ્વારા પાઇલોટ-ડે અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો એવોર્ડ સમારોહ અમરેલી ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અજય દહિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૦૮ના કર્મયોગીઓનું સન્માન આપવામાં આવ્યું હતું.

        આ દિવસે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કટોકટીના કોઇપણ સમયે, પ્રત્યેક સેકન્ડ મૂલ્યવાન હોય છે. સત્વરે ઇમરજ્ન્સી રીસપોન્સ CPR, ફાયર ફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર દ્વારા મહામૂલી માનવ જિંદગી બચાવે છે. ૧૦૮ની વડી કચેરીથી  સમારોહમાં એચ.આર. અધિકારી આશિષ ધોમશે તેમજ અન્ય અધિકારીશ્રીઓ, વિકાસ બિહાની, તુષાર મહેતા, મિહીર ગજ્જર પણ હાજર રહ્યા હતા અને કર્મયોગીઓને સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

(1:18 am IST)