Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

માળીયા હાટીનાના કાત્રાસા ગામે આંધી સાથે વરસાદ :વીજપોલ ધરાશાયી :મકાનોના છાપરા ઉડ્યા :20 લોકોને નાની મોટી ઇજા

જૂનાગઢ જિલ્લામાં સાંજથી જ મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું,

 આ દરમિયાન માળીયા હાટીના તાલુકામાં તોફાની પવન સાથે મેઘાનું આગમન થયું હતું, જેના કારણે ગ્રામ્ય લોકો બાનમાં મુકાયા હતા,

કાત્રાસા ગામે આંધી સાથે વરસાદ વરસતા વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા,અને કેટલાક મકાનોના છાપરા ઉડ્યા હતા, જેના કારણે 20 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી સદ્નસીબે કોઈ જાનહાની થઇ નથી

(10:26 pm IST)