Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મોરબી : ટ્રેકટર ચાલકની બેદરકારીથી એક મહિલાનું મોત, એક સારવાર હેઠળ

દિપકભાઇના પત્ની ભુરીબેન તથા દિપકભાઇના માસીના દિકરા પપ્પુભાઇની પત્ની રાધીકાબેનને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો જેમાં દિપકભાઇ ના માસીના દિકરાની પત્ની રાધીકાબેન શરીરે ઇજા કરતા રાજકોટ હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે: દિપકભાઇના પત્ની ભુરીબેન શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું છે.

મોરબીમાં ટ્રેકટર ચાલકની બેદરકારીને પગલે એક મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. જયારે અન્ય એક મહિલા રાજકોટ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.


જેમાં મોરબી તાલુકાના રવાપર ગામની સીમમા આવેલ એકસપર્ટ પાર્ટીકલ બોર્ડ પ્લાયવુડના કારખાનાના લેબર કવાટરમા રહેતા ફરિયાદી દિપકભાઇ માંગીલાલભાઇ પારધીએ જણાવ્યું હતું કે, તા.૨૪/૦૬/૨૦૨૨ સવારનાના આશરે સવા પાંચેક  વાગ્યાના અરસામા એકસપાર્ટ પાર્ટી બોર્ડ પ્લાયવુડના કારખાનામા આરોપી સંતોષભાઇએ પોતાના હવાલા વાળુ ચાઇના લોડર (ટ્રેકટર) જેના રજી.નં. આગળ પાછળ નથી તે પૂર ઝડપે ગફલત ભરી રીતે માણસ ની જીંદગી જોખમાય તે રીતે બેદકારીથી રીવર્સ ચલાવતા દિપકભાઇના પત્ની ભુરીબેન ઉ.વ ૨૨ તથા દિપકભાઇના માસીના દિકરા પપ્પુભાઇની પત્ની રાધીકાબેનને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં દિપકભાઇ ના માસીના દિકરાની પત્ની રાધીકાબેન શરીરે ઇજા કરતા રાજકોટ હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જયારે દિપકભાઇના પત્ની ભુરીબેન શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું છે.આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૦૪(અ),૩૩૭,૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭.૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:56 pm IST)