Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મોરબી સિરામિક ઉદ્યોગને ભેટ : જીસીસી દેશોમાં ટાઈલ્સ પરની એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાબુદ

સરકારના નિર્ણયથી ગલ્ફ દેશોમાં વેપાર વધશે.

 મોરબીનો સિરામિક ઉદ્યોગ કોરોના મહામારી બાદ હાલકડોલક સ્થિતિમાં જોવા મળતો હતો અને સરકાર તરફથી મોટા રાહતની અપેક્ષા રાખીને બેઠા હોય ત્યારે ભારત સરકારે સિરામિક ઉદ્યોગને મોટી રાહત આપી છે જીસીસી દેશોમાં સિરામિક ટાઈલ્સ પર લાગેલ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી છે જેથી ભારત સરકારના નિર્ણયથી મોરબી સિરામિક ઉદ્યોગમાં ખુશીની લહેર છવાઈ છે  

  કેન્દ્રમાં ૨૦૧૪ માં મોદીની સરકાર બન્યા બાદ વિદેશ નીતિમાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે અને દેશના ઉદ્યોગના હિતમાં સરકાર કેટલાક નિર્ણયો લીધા છે જેમાં સિરામિક ટાઈલ્સ પર જીસીસી દેશો દ્વારા લગાવવામાં આવેલ એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે એવરેજ ૪૧.૮ ટકા અને નવી કંપની માટે ૧૦૬ ટકા હોવાથી ચીન સામેની સ્પર્ધામાં મોરબીનો સિરામિક ઉદ્યોગ હાંફી જતો હતો જેથી સિરામિક એસો દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાને રજૂઆત કરતા મોહનભાઈ કુંડારિયાને રજુઆતને ધ્યાને લઈને ભારત સરકાર દ્વારા કોમર્સ મીનીસ્ટ્રીને યુનાઈટેડ આરબ અમીરાત સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમાં સિરામિક ટાઈલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સિરામિક ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવવામાં આવી છે જેથી હવે ગલ્ફ દેશોમાં મોરબીની ટાઈલ્સનો દબદબો જોવા મળશે અને વેપારમાં વૃદ્ધી થશે જેનો સીધો ફાયદો મોરબીના ઉદ્યોગપતિઓને અને દેશને થશે 
  જેથી મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વડાપ્રધાન મોદી, કોમર્સ મીનીસ્ટર પીયુષ ગોયલ, સાંસદ મોહનભાઈ કુંડારિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

(9:37 pm IST)