Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ખંભાળિયા તાલુકામા વીજળી પડવાથી કુલ 5 ભેંસોના થયા મોત : વિજલપરમા ત્રણ, વિરમદડ અને હર્ષદપૂરમા એક-એક ભેંસનું મોત

ખંભાળિયા પંથકમા ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગ

ખંભાળિયા પંથકમા ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. સલાયા, ખોખરી, ભાડથર, વિંજલપર, વીરમદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો.ખંભાળિયા તાલુકામા વીજળી પડવાથી કુલ 5 ભેંસોના મોત નિપજ્યા હતા. જ્યારે વિંજલપરમાં ત્રણ, વિરમદડ અને હર્ષદપૂરમા એક ભેંસનું મોત નોંધાયુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી જોવા મળી રહી હતી. જેથી વરસાદ આવતા લોકોએ ઠંકડ અનુભવી હતી.

(10:27 pm IST)