Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ.

દ્વારકા, ઓખા મંડળ, મીઠાપુર વિસ્તારમા આતંક મચાવનાર સામે દેવભૂમિ દ્વારકા પોલીસની આકરી કાર્યવાહી

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા ; દ્વારકા, ઓખા મંડળ, મીઠાપુર વિસ્તારમા આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય સાગરીતો વિરૂધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ દેવભૂમિ દ્વારકા પોલીસે કાર્યવાહી કરી છે

 ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનુ પ્રમાણ મહતમ હોવવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુલ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ નારકો-ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન ૨૦૧૫ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબનાઓ તરફથી મળેલ માર્ગદર્શન અને સુચના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયનાઓની રાહબરી હેઠળ સ્થાનિક તેમજ એલ.સી.બી.ની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉંટ કરવામાં આવેલ

  પ્રાથમિક માહીતી મુજબ આ ગુપ્ત રાહે કરવામાં આવેલ વર્કઆઉટ આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા આશરે ૧૫ વર્ષ ઉપરાંતથી (૧) લાલુભા સાજામા સુમણીયા તથા (૨) વનરાજભા પાલાભા સુમણીયાનાઓની સીન્ડીકેટ હેઠળ એક બિચ્છુ ગેંગ કાર્યરત હોવાનુ ધ્યાને આવેલ. જેઓ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમુ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનુ તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવું વિગેરે તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ  મેળવતા હોવાનુ જણાઇ આવતા મીઠાપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં, ૧૧૧૮૫૦૦૫૨૨૦૩૩૬/૨૦૨૨ ઇપીકો કલમ ૩૦૭,૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૨૦(બી) મુજબનો ગુનો તા.૬/૫/૨૦૨૨ના રોજ નોંધવામાં આવેલ હતો. જે ગુનાના કામના આરોપીઓમાં મુખ્ય સુત્રધાર તથા તેના અન્ય સાગરીતો સહિત બીજા આરોપીઓ બિચ્છુ ગેંગના હોવાનુ જણાઇ આવતા જે બાબતે હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇન્કવાયરીના અંતે ઉપરોકત ગુનાના કામે તા. ૨૫/૬/૨૦રરના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) - ૨૦૧૫ ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩ (૪) ૩ (પ) હેઠળ કુલ ૧૨ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટમાં આરોપીઓની સંડોવણીમાં  ઉપરોકત ગુનાના કામના કુલ ૧૦ આરોપીઓ સહિત અન્ય બીજા ર આરોપીઓ મળી કુલ ૧૨ આરોપીઓ (૧) લાલુભા સાજાભા સુમણીયા રહે, રાંગાસર તા.દેવભૂમિ દ્વારકા (ર) વનરાજભા પાલાભા સુમણીયા રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા (૩) હાજાભા પાલાભા સુમણીયા રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા (૪) જગદિશભા હનુભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા (૫) સાજાભા માનસંગભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા (૬) રાજેશભા માલાભા સુમણીયા રહે. રાંગાસર તા.દ્વારકા (૭) નથુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા (૮) માપભા વીરાભા સુમણીયા રહે. ખતુબા વાડી વિસ્તાર હાલ રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા (૯) માનસંગભા ધાંધાભા માણેક રહે. આરંડા ગામ પાણીના ટાંકા પાસે તા.દ્વારકા (૧૦) માનસંગભા સાજાભા સુમણીયા રહે, રાંગાસર તા. દ્વારકા (૧૧) માલાભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દ્વારકા (૧૨) કિશન ટપુભા માણેક રહે. વસઇ તા. દ્વારકાનાઓની આ ગુજસીટોકના કાયદા મુજબ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે પૈકી સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે

  જયારે ૧ આરોપી કિશન ટપુભા માણેક અગાઉથી પકડાઇ ચુકેલ છે. જેની આગળની વધુ તપાસની કાર્યવાહી  હિરેન્દ્ર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકાનાઓ ચલાવી રહેલ છે. બિચ્છુ ગેંગના લોકોની ગુનાહિત પ્રવૃતિ-મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ઘણા નોકરીયાત તથા ધંધાર્થીઓ મહેનત મજુરી કામ કરતા આવેલ છે. જેમાં ઘણા બધા કોન્ટ્રાકટરો- પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત છે જે પૈકી મોટા ભાગના કોન્ટ્રાકટરો તથા ધંધાર્થીઓ હોવાથી આ બિચ્છુ ગેંગના લોકો તેઓને સરળતાથી ડરાવી ધમકાવી તેઓ પાસેથી મોટી મોટી ખંડણીની વસૂલી કરતા આવેલ છે. આ પ્રકારના ધંધાર્થીઓ સહિત બીજા સ્થાનિક લોકોને પણ આ ગેંગ તરફથી ખૂબ જ ત્રાસ રહેલ હતો. તેઓ પોતાનુ વર્ચસ્વ કાયમી ટકાવી રાખવા સારૂ આ પ્રકારના નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી તેઓ પાસેથી ખંડણી પેટે પૈસા પડાવવા, તેઓની સાથે ઝઘડો કરવો, તેઓને માર મારવો, તેનો વિડીયો ઉતારવો વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિ તેઓ આચરતા રહેલ હતા. જેનાથી આ બિચ્છુ ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડરનો ખૌફ રહેલ હતો.

  સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓઃ આમ ઉપરોકત બિચ્છુ ગેંગને અંકુશમાં લઇ નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નના ભાગરૂપે બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરૂધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં તેમજ તેઓને ઝડપી પાડી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત વર્કઆઉટની કામગીરીમાં નીચે જણાવ્યા મુજબના પોલીસ અધિકારી/કર્મચારીઓની મહત્વની ભૂમિકા રહેલ છે. (૧) પો.ઇન્સ.જે.એમ.ચાવડા, પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી, પો.સ.ઇ.એસ.વી.ગળચર, પો.સ.ઇ.એફ.બી.ગગનીયા તથા એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ (૨) ઇ.પો.ઇન્સ.પી.બી.શીંગરખીયા તથા એસ.ઓ.જી. ટીમના પોલીસ કર્મચારીઓ (૩) પો.ઇન્સ. જી.આર,ગઢવી તથા મીઠાપુર પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ હતા

 

(10:34 pm IST)