Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

લાલપુર તાલુકામાં મેઘાની તોફાની બેટીંગ: એક કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો

ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર બાદ લાલપુર તાલુકામાં પણ મેઘો મહેરબાન થયો છે. મેઘાની તોફાની બેટીંગને કારણે લાલપુર તાલુકા પંથકમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે.

(11:14 pm IST)