Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબીના પાનેલી-ગીડ્ચ ગામ નજીક વોકળામાં ૨ યુવાનો તણાયા, ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને બચાવ્યા

મોરબી પંથકમાં શનિવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો હોય ત્યારે મોરબી તાલુકાના પાનેલી ગામથી ગીડ્ચ જવાના માર્ગે આવતા વોકળામાં પાણીના વહેંણ વધુ હોય જેમાં બે યુવાનો તણાયા હોય જે બંનેને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા
મોરબીના પાનેલી ગામ નજીક આજે સવારે બે યુવાનો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી પાનેલી ગામથી ગીડ્ચ જવાના રસ્તે આવેલા વોકળામાં બે યુવાનો ફસાયા હતા મજુરી કામ માટે જતા બે યુવાનો વોકળાના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળતા ગ્રામજનો દોડી ગયા હતા અને રેક્સ્યું ઓપરેશન ચલાવી બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા

(9:22 pm IST)