Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વાંકાનેર પંથકમાં 5થી 6 ઇંચ વરસાદ ખાબક્યો : આઇસો નદીમાં આવ્યું પૂર : રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ

આસોઇ નદીમાં પૂર આવવાને કારણે બેઠા પુલ ઉપર પાણી ફરી વળતા વાંકાનેરથી રાજકોટ જવાનો રસ્તો હાલમાં બંધ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૫ થી ૬ ઈંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે હાલમાં આસોઈ નદીની અંદર પુર આવ્યું છે જેથી કરીને વાંકાનેરથી રાજકોટ તરફ રસ્તો બંધ થઈ ગયો છે આટલું જ નહીં વાંકાનેરથી વાલાસણ, તીથવા અને પીપળીયારાજ સહિતના ગામે જવાનો રસ્તો પણ હાલમાં બંધ થઈ ગયો છે જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર આજે મોડી સાંજથી ખૂબ સારો વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાને તાલુકાની તો આ તાલુકામાં આવેલ આસોઇ નદીમાં નવા નીરની આવક થવાને કારણે હાલમાં નદી બે કાંઠે વહી રહી છે અને ખાસ કરીને સિંધાવદર ગામ પાસે પુલનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ પુલની બાજુમાં બેઠા પુલ ઉપરથી હાલમાં વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જો કે આસોઇ નદીમાં પૂર આવવાને કારણે આ બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે જેથી કરીને વાંકાનેરથી રાજકોટ જવાનો રસ્તો હાલમાં બંધ થઈ ગયો છે 

તેની સાથોસાથ આ રસ્તા ઉપરથી વાલાસણ, તીથવા અને પીપળીયારાજ સહિતના ગામે જવાનો રસ્તો પણ બંધ થયો હોવાનું જાણવા મળ્યું છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અત્યારે વાંકાનેર તાલુકાના ખેરવા, ખીજડીયા, કણકોટ, કલાવડી, કુવાડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ ભારે વરસાદ પડયો હોવાના કારણે આસોઈ નદીમાં હાલમાં પૂર જેવી પરિસ્થિતિ છે અને નદી બે કાંઠે વહી રહી છે વધુમાં જે કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે પલાસ ગામે વિજળી પડવાના કારણે એક ભેંસનું મોત નિપજ્યું છે અને હાલમાં આ સમાચાર લખાય છે ત્યારે રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં ટંકારા, મોરબી, હલવદ, વાંકાનેર સહિતના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર હળવો ભારે વરસાદ ચાલુ છે અને ટંકારા તાલુકામાં આવેલ ડેમી-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોવાની માહિતી મળી રહી છે

(10:57 pm IST)